બીજેપી અધ્યક્ષ અમિત શાહની મમતા બેનર્જી ને ચેતાવણી - તમે અમારો અવાજ દબાવી નથી શકતા

શનિવાર, 11 ઑગસ્ટ 2018 (18:10 IST)
બીજેપી અધ્યક્ષ અમિત શાહે કહ્યુ કે તેમની પાર્ટી રાજ્યની તૃણમૂલ કોંગ્રેસ સરકારને પશ્ચિમ બંગાળમાં જડથી ઉખાડી ફેંકશે.  કલકત્તાના માયો રોડ પર ભારતીય જનતા યુવા મોરચા તરફથી આયોજીત મોટી રેલીને સંબોધિત કરતા બીજેપી અધ્યક્ષ અમિત શાહે શનિવારને સીધા રાજ્યની સત્તાધારી પાર્ટી પર નિશાન સાધ્યુ.  અમિત શાહે કહ્યું કે, મમતા બેનર્જી નથી ઈચ્છતા કે બાંગ્લાદેશી ઘૂસણખોર આસામમાંથી કાઠવામાં આવે. ઘૂસણખોર તૃણમૂલ કૉંગ્રેસના વોટ બેન્ક છે. તેમણે કહ્યું અમારી રેલી માટે પણ વિચ્છેદ નાંખાવામાં આવ્યા. પહેલા રેલીને મંજૂરી આપવામાં આવી નહતી. બાંગ્લા ટીવીના પ્રસારણને રોકવામાં આવ્યું. પરતું મારો અવાજ નહીં દબાવી શકે. હું મમતા બેનર્જીની પાર્ટીને ઉખાડી ફેકવા માટે બંગાળના તમામ જિલ્લામાં જઈશ.
 
 
ભાજપ અધ્યક્ષે TMCને NRC મુદ્દે ભીંસમાં લેવાનો કોઈ પણ અવસર છોડ્યો ન હતો. અમિત શાહે કહ્યું કે, અમે બંગાળી વિરોધી નથી, મમતા વિરોધી જરૂર છે. સંસદમાં જ્યારે નેશનલ રજિસ્ટર ઓફ સિટિઝન (NRC) પર ચર્ચા થઈ રહી હતી ત્યારે મમાતા દીદી NRCનો વિરોધ કરી રહ્યા હતા. અસમની અંદર ઘુસણખોરી કરનારને શોધી શોધીને બહાર કાઢવાની પ્રક્રિયા NRC છે. જેને ભાજપ કાયદાકીય રીતે પૂર્ણ કરવા માંગે છે પરંતુ મમતાજી તમે કેમ તેમને બચાવવા માંગો છો? આ ઘુસણખોરો TMCની વોટબેંન્ક બની ગઈ છે.
 
પોતાની જીતનો દાવો કરતા અમિત શાહે કહ્યું કે, આ શ્યામાં પ્રસાદ મુખર્જી, વિવેકાનંદ અને રામકૃષ્ણની ધરતી છે. ધરતી પર અમારો વિજય થશે. બંગાળમાં જ્યા સુધી અમારી સરકાર નથી બનતી આ ભાજપનો વિજય રથ રોકાશે નહીં.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર