શત્રુધ્ન સિન્હાએ કરી ભાજપા છોડવાની તૈયારી, બોલ્યા - તેરે ચાહનેવાલે કમ નહી હોંગે, પર તેરી મહેફિલમે અબ હમ નહી હોંગે..
શુક્રવાર, 15 માર્ચ 2019 (12:17 IST)
ભાજપામાં રહીને પાર્ટી અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિરુદ્ધ બગાવતી સુર બોલનારા નેતા અને પટના સાહિબથી સાંસદ શત્રુધ્ન સિન્હાએ પાર્ટી છોડવાના સીધા સંકેત આપ્યા છે. શત્રુધ્ન સિન્હાએ પોતાના ટ્વિટર એકાઉંટ પર બે ટ્વીટ કર્યા છે. જેમા તેમને કહ્યુ કે સર રાષ્ટ્ર તમારુ સન્માન કરે છે. પણ નેતૃત્વમાં વિશ્વસનીયતા અને વિશ્વાસની કમી છે. શત્રુધ્ન સિન્હાએ આગળ કહ્યુ કે નેતૃત્વ જે કરી રહી છે અને કહી રહી છે શુ લોકો તેના પર વિશ્વાસ કરી રહ્યા છે ? કદાચ નહી.
જનતાને આપવામાં આવેલ વચન પણ હજુ પુરા થવા બાકી છે જે હવે પુરા થઈ પણ નહી શકે. આશા, ઈચ્છા અને પ્રાર્થના, જો કે હુ હવે તમારી સાથે રહી શકતો નથી. સિન્હાએ પોતાના ટ્વીટને શાયરાના અંદાજમાં ખતમ કરતા ભાજપાને પોતાનુ મહત્વ સમજાવવાનો પ્રયત્ન કર્યો. તેમણે કહ્યુ મોહબ્બતે કરને વાલે કમ ન હોગે, (કદાચ) તેરી મહેફિલ મે લેકિન હમ ન હોંગે..
past are still to be fulfilled. Hope, wish & pray, though I may not be with you anymore - "Mohabbat karne vaale kam na honge, (shayad) teri mehfil mein lekin hum na honge".
ઉલ્લેખનીય છે કે શત્રુધ્ન સિન્હાએ ગુરૂવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર નિશાન સાધતા કહ્યુ કે હવે એક નવા સારા નેતૃત્વએ કાર્યભાર સાચવવો જોઈએ. પટના સાહિબથી ભાજપા સાંસદ સિન્હાએ ટ્વીટર દ્વારા મોદીને પાચ વર્ષના કાર્યકાળમાં એક પ્ણ પ્રેસ કૉન્ફ્રેંસ ન કરવા પર કટાક્ષ કરતા કહ્યુ, હવે તિથિઓ લોકસભા ચૂંટણીની તારીખ જાહેર થઈ ગઈ છે. સર હવે તો ઓછામાં ઓછી એક પ્રેસ કૉન્ફ્રેંસ કરી દો. એક પણ સ્વતંત્ર અને નિષ્પક્ષ પ્રેસ કૉન્ફ્રેંસ કરવામાં આવી નથી. તમે ઈતિહાસ પર નજર નાખશો તો આવા એકમાત્ર પીએમ છો તમે.
સિન્હાએ કહ્યુ કે દુનિયાના લોકતાંત્રિક ઈતિહાસમાં તેઓ એકમાત્ર પ્રધાનમંત્રી હશે જેમના કાર્યકાળમાં એક પણ સવાલ અને જવાબનુ સત્ર થયુ નથી. તેમણે પુછ્યુ, 'તમને નથી લાગતુ કે સરકાર બદલવા અને એક સારા નેતૃત્વએ કાર્યભાર સાચવવાનો આ યોગ્ય સમય છે. તમારે તમારા બધા રંગ-ઢંગની સાથે બહાર આવવુ જોઈએ. તમારા કાર્યકાળના અંતિમ સપ્તાહમા/ મહિનામાં તમે ઉત્તર પ્રદેશ, બનારસ અને દેશના અન્ય ભાગમાં 150 પરિયોજનાઓની જાહેરાત કરી.
સિન્હાએ પોતાના અંતિમ ટ્વીટમાં કહ્યુ, તકનીકી રૂપથી આ આચાર સંહિતાનુ ઉલ્લંઘન ન પણ હોય, છતા પણ ચોક્ક્સ રૂપથી આ ખૂબ જ ઓછુ અને ખૂબ મોડો આવેલ જુમલો લાગે છે. તમારા કહી પર નિગાહે અને કહી પર નિશાનાવાળા વલણ અને પ્રહાર કરીને ભાગીને જતા રહેવાના વ્યવ્હાર છતા તમને શુભકામનાઓ, જય હિંદ.