પંજાબમાં કોંગ્રેસ હારી તો હુ રાજીનામુ આપી દઈશ - મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહ

શુક્રવાર, 17 મે 2019 (10:44 IST)
લોકસભા ચૂંટ્ણીના અંતિમ ચરણ માટે ચૂંટણી પ્રચાર આજે થંભી જશે આ દરમિયાન પંજાબના મુખ્યમંત્રી કૈપ્ટન અમરિંદર સિંહનુ મોટુ નિવેદન સામે આવ્યુ છે. તેમણે કહ્યુ કે જો કોંગ્રેસ હારી તો સંપૂર્ણ જવાબદારી તેમની હશે અને તેઓ રાજીનામું આપી દેશે 
 
કેપ્ટન અમરિંદરે સમાચાર એજન્સી સાથેની વાતચીતમાં કહ્યું કે, લોકસભા ચૂંટણીના પરિણામમાં જો પાર્ટીનો રાજ્યમાં સફયો થયો તો હું તેની સંપૂર્ણ જવાબદારી લઇશ અને રાજીનામું પણ આપી દઇશ. બધા મંત્રી અને ધારાસભ્ય રાજ્યમાં પાર્ટીએ ચૂંટણી પ્રદર્શન માટે જવાબદાર હશે.
 
પાર્ટીએ હાઇકમાન્ડે નક્કી કર્યું છે કે, મંત્રી અને ધારાસભ્ય કોંગ્રેસ ઉમેદવારોની જીત અથવા હાર થવાની તેના જવાબદાર હશે. હું પણ તે જવાબદારી લેવા તૈયાર છું પરંતુ હું સંપૂર્ણ રીતે આશ્વસ્ત છું કે, કોંગ્રેસ પંજાબમાં બધી લોકસભા સીટ પર જીતરશે. જણાવી દઇએ કે, આગામી 19 મેના પંજાબમાં મતદાન થશે.
 
આ સાથે જ અમરિંદર સિંહે વિશ્વાસ બતાવ્યો કે પાર્ટે પંજાબની બધી લોકસભા સીટો પર્જીત મેળવશે. પંજાબમાં 19 મેના રોજ અંતિમ ચરણમાં બધી 13 લોકસભા સીટો પર મતદાન થવાનુ છે.  આ માટે શુક્રવારે સાંજે 6 વાગ્યે ચૂંટણી પ્રચાર થમી જશે. 2017મમાં કોંગ્રેસે 117માંથી 77 સીટ જીતીને પંજાબમાં સરકાર બનાવી હતી. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર