એક વનપ્રદેશમાં એક ભીલ રહેતો હતો. તે એક વાર શિકાર કરવા નીકળ્યો. તેણે ફરતાં ફરતાં એક મોટા પર્વત જેવડા સૂવરને જોયો. તેને કોઈની ભીલે તીર છોડીને સૂવરને ઘાયલ કર્યો. ક્રોધી સ્વભાવવાળા સૂવરે પણ ખૂબ જ મજબૂત દાઢની અણીથી ભીલનુ પેટ ચીરી નાખ્યુ અને પ્રાણ નીકળી જતા ભીલ મૃત્યુ પામ્યો. હવે ભીલને મારી નાખ્યા પછી બાણ વાગ્યાની વેદનાથી સૂવર પણ મૃત્યુ પામ્યો. આ સમયે જેનુ મૃત્યુ નજીક આવ્યુ હતું તેનુ શિયાળ આ પ્રદેશમાં ફરતું ફરતું આવ્યું. જ્યારે એણે આ સૂવર ભીલને જોયા ત્યારે તેણે થયુ અરે ભાગ્ય મારી સાથે જ છે. તેથી અણચિંત્વ્યુ ભોજન મળી આવ્યુ છે.