Child Story- જાદુઈ હથોડાની વાર્તા

મંગળવાર, 20 ફેબ્રુઆરી 2024 (16:11 IST)
The story of the magic hammer- મનસા ગામમાં એક એક લુહાર રામ ગોપાલ રહેતો હતો. તેમનો મોટો પરિવાર હતો, જેના ગુજરાન માટે તેમને ઘણીવાર દિવસ-રાત કામ કરવું પડતું હતું. દરરોજની જેમ, કામ પર જતા પહેલા રામ ગોપાલે તેની 
 
પત્નીને ખાવાનુ ડિબ્બો પેક કરવા કહ્યું. જ્યારે તેની પત્ની ટિફિન લઈને આવી ત્યારે રામ ગોપાલે કહ્યું, “મારે આજે આવવામાં મોડું થશે. કદાચ હું રાત્રે જ આવી શકું. એમ કહીને રામ ગોપાલ પોતાના કામે નીકળી ગયો.
 
કામનો રસ્તો જંગલમાંથી પસાર થતો હતો. રામ ગોપાલ ત્યાં પહોંચતા જ તેને કોઈ અવાજ સંભળાયો. રામ ગોપાલ થોડે નજીક ગયા કે તરત જ તેમણે જોયું કે એક સાધુ ભગવાનનો મંત્ર બોલતા હસતા હતા.
રામ ગોપાલે આશ્ચર્યચકિત થઈને પૂછ્યું, "તમે ઠીક છો?"
 
તે સાધુને રામગોપાલ નથી ઓળખતો હતો પણ સાધુએ એકદમથી તેનો નામ લઈને કહ્યુ, " આવો રામગોપાલ દીકએઆ હુ તમારી જ રાહ જોઈ રહ્યો હતો. મને ભૂખ લાગી છે, તમારા લંચ બોક્સમાંથી મને કંઈક ખવડાવો.”
 
બાબાથી તેમનો નામ સાંભળીને રામગોપાલ ચોંકી ગયો. પણ તેણે કોઈ સવાલ નથી કર્યુ અને અને તરત જ પોતાનું ખાવાનું બોક્સ કાઢીને તેમને આપ્યું.
 
"જોતા જ જોતા બાબાએ રામગોપાલનું બધુ ભોજન ખાઈ લીધું.  પછી સાધુએ કહ્યું, “દીકરા, મેં તો બધુ ભોજન ખાઈ લીધુ, હવે તું શું ખાશે? મને માફ કર."
 
રામગોપાલે કહ્યુ ""કોઈ વાંધો નહીં બાબા, હું કામ માટે બજારમાં જાઉં છું, ત્યાં જ કંઈક ખાઈશ."
 
આ સાંભળીને તે સાધુને રામગોપાલે ખૂબ આશીર્વાદ આલ્યો અને ભેંટના રૂપમાં એક હથોડો આપી દીધુ. રામગોપાલે કહ્યુ, “તમારા આશીર્વાદ ઘણુ છે. હું આ હથોડીનું શું કરીશ? આ તમે જ રાખો."
 
સાધુએ જવાબ આપતા કહ્યુ "દીકરા આ સામાન્ય હથોડો નથી. આ જાદુઈ હથોડો છે જે મારા ગુરૂએ મને આપ્યો હતો અને હવે હું તને આપી રહ્યો છું કારણ કે તારો દિલ સાફ છે. તેના ઉપયોગ સારા કામ માટે જ 
 
કરજે અને કોઈ બીજાના હાથમાં તે ક્યારે ન આપશે. આટલુ કહીને તે બાબા ત્યાંથી અદ્રશ્ય થઈ ગયા. 
 
રામગોપાલ તેમના હાથમાં હથૉડો લઈને બજાર કામ કરવા માટે નિકળી ગયો અને હથિયાર બનાવવાથી પહેલા તેમના મગજમાં આવ્યુ કે આજે આ હથોડાથી લોખંડને મારુ છું જેમ જ તેણે લોખંડ પર હથોડી વડે  પ્રહાર કર્યો તે સીધો એક હથિયાર બની ગયો. બીજી મારમાં વાસણ બની ગયા. 
 
રામગોપાલ સમજી ગયો કે આ સાચે જાદુઈ હથોડો છે. તે જે બનાવવા વિચારે લોખંડ પર મારે, લોખંડ સીધુ તે જ બની જાય છે. જાદુઈ હતથોડાના કારણે રામગોપાલ કામ જલ્દી પૂરુ થઈ ગયો અને તે તેમની સાથે તે જાદુઈ હથોડાને ઘરે લઈ ગયો. 
 
 
આ રીતે દરરોજ રામગોપાલ તે હથોડાથી જલ્દી કામ ખત્મ કરી લેતો અને ઘણી વાર વધારે વાસણ બનાવીને તે ગામડાના લોકોને પણ વેચી દેતો હતો. ધીમે-ધીમે તેમના ઘરની સ્થિતિ પહેલાથી કઈક સુધરવા લાગી. 
 
એક દિવસ ગામના મુખિયા તેમના ઘરે આવ્યા અને કહ્યું, “અમે ગામડાવાસીઓને શહેરમાં જવામાં ઘણો સમય લાગે છે. શું તમે તમારા હથોડાથી ગામ અને શહેરની વચ્ચે આવતા પર્વતને તોડી શકશો?
 
તમે મદદ કરશો? "આ સાથે, અમે મધ્યમાં એક રસ્તો બનાવીશું અને ગામથી શહેરની મુસાફરી સરળ અને ટૂંકી બનશે."
મુખિયાની વાત સાંભળીને રામ ગોપાલે તે જાદુઈ હથોડાથી તે પર્વત તોડી નાખ્યો. મુખિયા અને ગામના લોકો ખૂબ ખુશ થયા અને તેમને અભિનંદન આપ્યા.
 
પહાડ તોડીને ઘરે પરત ફરતી વખતે લુહારને થયું કે આ જાદુઈ હથોડાથી તેનું કામ ઝડપથી થઈ જાય છે, પણ તેનો ખાસ ફાયદો નથી થતો. લુહાર ઘરે જવાના વિચારમાં મગ્ન હતો. દુઃખી થઈને જંગલ તરફ ચાલ્યો
 
એ જ સાધુ  બાબા એ જંગલમાં લોહારને ફરી દેખાયા. લુહારે તેને મનમાં જે હતું તે બધું કહી દીધું. બાબાએ કહ્યું, “તેનો ઉપયોગ માત્ર હથિયાર અને વાસણો બનાવવા અને પર્વતો તોડવા પૂરતો મર્યાદિત નથી.
 
આની મદદથી તમે જે પણ ઈચ્છો તે બનાવી શકો છો અને કોઈપણ મુશ્કેલ વસ્તુને સરળતાથી તોડી શકો છો.”

Edited By-Monica Sahu 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર