સ્પેનમાં 14 જગ્યા પર દાવાનળ ફાટી નીકળ્યો, 7નાં મોત

શનિવાર, 16 ઑગસ્ટ 2025 (15:38 IST)
સ્પેનમાં 14 જગ્યાઓ પર દાવાનળ ફાટી નીકળ્યો છે. સ્પેન 'અતિશય જોખમ' હેઠળ છે અને તેમના ફાયરફાઇટર્સ આગ સામે લડ રહ્યા છે, તેવી ચેતવણી સ્પેનના વડા પ્રધાન પૅડ્રો સાન્ચેઝે આપી છે.
 
ઍક્સ પર કરેલી એક પોસ્ટમાં સાન્ચેઝે જણાવ્યું કે "શુક્રવારની ગંભીર પરિસ્થિતિ હજુ ચાલુ રહેશે. ઉત્તર અને પશ્ચિમ સ્પેન માટે ફેલાયેલી આગ અતિશય જોખમી છે."
 
સ્પેનના ઉત્તર કાંઠે તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસ સુધી જઈ શકે છે. અત્યારસુધી 1,500 ચોરસ કિલોમીટર વિસ્તાર આગની ચપેટમાં આવી ગયો છે અને સાત લોકોનાં મૃત્યુ થયાં છે.
 
ગેલિસિયામાં વિશાળ આગને કારણે રેલવે સેવા બંધ કરવાની ફરજ પડી છે.
 
યુરોપની હવામાન એજન્સીઓનું કહેવું છે કે ગરમીની લહેર સોમવાર સુધી ચાલુ રહી શકે છે. કેટલાક વિસ્તારમાં તાપમાન 44 ડિગ્રી સેલ્સિયસ સુધી જઈ શકે છે. સાથે મધ્યમ પવન ફૂકાવાની આગાહી પણ કરવામાં આવી છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર