પહેલો દિવસ
પહેલા દિવસને ધનતેરસ કહે છે દિવાળી મહોત્સવની શરૂઆત ધનતેરસથી થયા છે. તેને ધન ત્રયોદશી પણ કહે છે. ધનતેરસના દિવસે મૃત્યુના દેવતા યમરાજ, ધનના દેવતા કુબેર અને આયુર્વેદાચાર્ય ધન્વંતરિની પૂજાનુ મહત્વ છે. આ દિવસે સમુદ્ર મંથનમાં ભગવાન ધન્વંતરિ અમૃત કળશની સાથે પ્રગટ થયા હતા અને તેમની સાથે આભૂષણ અને બહુમૂલ્ય રત્નો પણ સમુદ્ર મંથન દ્વારા પ્રાપ્ત થયા હતા. ત્યારથી આ દિવસનુ નામ 'ધનતેરસ' પડ્યુ, અને આ દિવસે વાસણ, ધાતુ અને ઘરેણા ખરીદવાની પરંપરા શરૂ થઈ.