ચીકુ પપ્પાની સાથે કોલોનીમાં હોળી રમવા નીકળી રહ્યો હતો, ત્યારે મમ્મી અને પપ્પા વચ્ચે લડાઈ શરૂ થઈ ગઈ. મમ્મીએ ગુસ્સામાં કહ્યુ - પહેલા ગામડિઆઓની જેમ આખા શરીરે બેદર્દી જેમ રંગવી અને પછી કલાકો સુધી શરીર પર સાબુ લગાવીને તેને સાફ કરવુ... આમાં કંઈ સમજદારી છે. તમે જાવ અને ધમાલ કરો હું ચીકુને નહી જવા દઉં. પપ્પ તેમને સમજાવવાનો પ્રયત્ન કરતા હતી છતાં મમ્મી પોતાની વાત પર વધુ જોર આપતી હતી.
ચીકૂ હાથમાં પિચકારી પકડીને, ઉદાસ ગેલેરીમાં ઉભો રહીને વિચારી રહ્યો હતો...કોલોનીના બધા લોકો એક બીજા પર રંગ નાખી રહ્યા હતા, અને ગળે ભેટી રહ્યા હતા. મમ્મી આને ગામડિયાઓનો તહેવાર કહેતી હતી. મમ્મીને ન રમવુ હોય તો ન રમે પણ મને તો પપ્પાની સાથે જવા દે.
કોલોનીના કેટલાક છોકરા-છોકરીઓ ઢોલની ધૂન પર નાચતા-ગાતા આવી રહ્યા હતા. એ અવાજમાં મમ્મી-પપ્પાઅ વચ્ચેની તકરાર બંધ થઈ ગઈ. થોડી વાર પછી બંનેનુ ધ્યાન ગેલેરી તરફ ગયુ. ચીકુની પિચકારી જમીન પર પડી હતી. ચીકુ ત્યાં નહોતો. મમ્મી ગેલેરીને તરફ દોડી પડી, તેમની પાછળ પાછળ પપ્પા પણ દોડ્યા. તેમણે જોયુ કે રસ્તા પર ચીકુ મસ્તીમાં નાચી રહ્યો હતો. તેની ગોળ બીજા લોકો તાળી પાડી રહ્યા હતા. આ દ્રશ્ય જોઈને તેમનુ મન આનંદિત થઈ ઉઠ્યુ. તેઓ એક પળ માટે ભૂલી ગયા કે તેઓની વચ્ચે કોઈ તકરાર થઈ હતી.
નાચતા નાચતા ચીકૂની નજર ગેલેરીમાં ઉભેલી મમ્મી પર પડી. તે મમ્મીને જોઈને થંભી ગયો અને ઘર તરફ દોડી પડ્યો.
N.D
ચીકૂ ઘરમાં પ્રવેશતા જ ચોંકી ગયો. મમ્મીના હાથમા તેની પિચકારી હતી, અને તે પપ્પા પર રંગ નાખી રહી હતી. પપ્પા તે પિચકારી છિનવવાની કોશિશ કરી રહ્યા હતા. પિચકારી પડી ગઈ. ચીકુએ તેને ઉઠાવીને મમ્મી પર રંગ નાખવા માંડ્યો.
પિચકારીનો રંગ ખલાસ થતા જ પપ્પા બોલ્યા -'બેટા તારો આભાર. જે કામ હું આટલા વર્ષોથી ન કરી શક્યો, તે આજે તે કરી બતાવ્યુ. તે મમ્મીને શિખવાડી દીધુ કે હોળી કેટલા આનંદનો તહેવાર છે.... આ સાંભળીને મમ્મી હસી રહી હતી અને ચીકૂનો ચહેરો ચમકી રહ્યો હતો.