વાર્તા- અતિલોભી શિયાળ

સોમવાર, 20 ફેબ્રુઆરી 2023 (13:50 IST)
એક વનપ્રદેશમાં એક ભીલ રહેતો હતો. તે એક વાર શિકાર કરવા નીકળ્યો. તેણે ફરતાં ફરતાં એક મોટા પર્વત જેવડા સૂવરને જોયો. તેને કોઈની ભીલે તીર છોડીને સૂવરને ઘાયલ કર્યો. ક્રોધી સ્વભાવવાળા સૂવરે પણ ખૂબ જ મજબૂત દાઢની અણીથી ભીલનુ પેટ ચીરી નાખ્યુ અને પ્રાણ નીકળી જતા ભીલ મૃત્યુ પામ્યો. હવે ભીલને મારી નાખ્યા પછી બાણ વાગ્યાની વેદનાથી સૂવર પણ મૃત્યુ પામ્યો. આ સમયે જેનુ મૃત્યુ નજીક આવ્યુ હતું તેનુ શિયાળ આ પ્રદેશમાં ફરતું ફરતું આવ્યું. જ્યારે એણે આ સૂવર ભીલને જોયા ત્યારે તેણે થયુ અરે ભાગ્ય મારી સાથે જ છે. તેથી અણચિંત્વ્યુ ભોજન મળી આવ્યુ છે. 
 
વળી એણે વિચાર કર્યો કે તો હવે હું આ ભોજનનેને એવી રીતે વાપરું તે ઘણા દિવસ સુધી ચાલે. પહેલા તો હું ધનુષ્યની અણી ઉપર રહેલી સ્નાયુની પણછ ખાઉં. 
 
આમ નિશ્ચય કરી તે ધનુષ્યની વાંકી વળેલી અણી મોંમાં લઈને પણછ ખાવા લાગ્યો. એટલામાં પણછની દોરી તૂટી ફઈ અને શિયાળની ગરદનમાં ધુસી ગઈ. શિયાણ મરણ પામ્યો. 
 
અતિ લોભ કરવાથી આ શિયાળ જેવી દશા થાય છે. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર