શનિદેવ 23 મેથી ચાલશે ઉલ્ટી ચાલ, શનિ સાડે સાતી અને શનિ ઢૈય્યાથી પીડિત આ રાશિવાળા પર પડશે શું અસર

શુક્રવાર, 23 એપ્રિલ 2021 (02:23 IST)
શનિ 23 મે 2021 દિવસ શુક્રવારને વક્રી થઈ રહ્યો છે. શનિની ઉલ્ટી ચાઅ સૌથી વધારે પ્રભાવ ધનુ, મકર અને કુંભ જાતકો પર પડશે. જ્યોતિષશાસ્ત્ર મુજબ ત્રણ રાશિ પર જ શનિની સાઢે સાતી પણ ચાલી રહી છે કહેવાય છે કે શનિની વક્રી ચાલમાં થતી પરેશાનીઓમાં વધારો થાય છે. જ્યોતિષાચાર્ય શનિની સાઢેસાતી અને શનિ ઢૈય્યાથી પીડિત જાતકોને શનિની વક્રી ચાલના સમયે સાવધ રહેવા માટે કહે છે. 
 
આ રાશિઓની મુશ્કેલીઓ વધારશે શનિદેવ 
ધનુ, મકર અને કુંભ રાશિવાળાની શનિદેવ વક્રી ચાલના સમયે પરેશાનીઓ વધારી શકે છે. શનિની સાઢે સાતીના ત્રણ ચરણ હોય છે. ધનુ રાશો વાળા તેનો અંતિમ ચરણ ચાલી રહ્યો છે. અંતિમ ચરણમાં શનિ જતા-જતા કઈક ન કઈક લાભ આપીને જાય છે. મકર રાશિવાળા પર શનિની સાઢેસાતીનો બીજો તો કુંભ રાશિવાળા પર પ્રથમ ચરણ ચાલી રહ્યો છે. કહેવાય છે કે શનિની સાઢે સાતી જે જાતકોની કુંડળીમાં ચાલી રહી હોય તેણે આ સમયે કોઈ નવું કામ નહી શરૂ કરવો જોઈએ. તે સિવાય ધન નિવેશથી બચવું જોઈએ. 
 
શનિની ઢૈય્યાના અસર 
શનિ ઢૈય્યા મિથુન અને તુલા રાશિ પર ચાલી રહી છે. રાહતની વાત આ છે કે વર્ષ 2022માં શનિના રાશિપરિવર્તન કરતા જ મિથુન અને તુલા રાશિવાળાને શનિ ઢૈય્યાથી મુક્તિ મળશે. અત્યારે આ બે રાશિવાળાને પણ શનિની વક્રી ચાલના સમયે ઉતાર-ચઢાવનો સામનો કરવું પડી શકે છે. સફળતા મેળવવા વધારે મેહનત કરવી પડી શકે છે અને માનસિક તનાવનો સામનો કરવો પડી શકે છે. 
 
શનિદોષ ઓછા કરવાના ઉપાય 
શનિના પ્રકોપથી બચવા માટે જાતકને દરરોજ હનુમાન ચાલીસાનો પાઠ કરવો જોઈએ. શનિ મંત્રના જાપ કરવાથી લાભ હોય છે માટીના વાસણમાં સરસવનુ તેલમાં તમારી પડછાયા આપી દાન કરવું જોઈએ. પીપળના ઝાડ પર દીવો પ્રગટાવો જોઈએ. 
 
શનિદેવના મંત્ર
શનિદેવના મંત્ર છે 
ૐ શં શનૈશ્ચરાયૈ નમ:  
ૐ પ્રાં પ્રીં પ્રૌં સ: શનૈશ્ચરાયૈ નમ:  
ૐ શં દેવીરભિષ્ટય આપો ભવંતુ પીતયે શં યોરભિ સવ્રંતુ ન:  
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર