આટલી.. મેહનત કરી પણ બેડલક... નસીબમાં જ નથી.. કામ થઈ ગયુ એવુ લાગે અને થોડાક માટે આવુ થતા રહી ગયુ યાર..' આવા સંવાદો આપણે કાને કાયમ પડતા હોય છે. બેડલક કે દુર્ભાગ્ય આ શબ્દ ક્યારેક ક્યારે આપણે આપણી ભૂલો સંતાડવા વાપરીએ છીએ, બહુ ઓછી વાર એવુ જોવા મળે છે કે આ સત્ય હોય.
- પોતાના જીવનના 'બેડલક' દૂર કરવા માટે દરેક વ્યક્તિ પોતાની રીતે પ્રયત્ન કરતો હોય છે. પણ આ લાગે છે તેટલુ સહેલુ નથી. કારણ જ્યારે મનુષ્યનો સમય ખરાબ હોય ત્યારે ખુદનો પડછાયો પણ મદદ કરતો નથી. પણ શાસ્ત્રોમાં કેટલાક ઉપાયો બતાડવામાં આવ્યા છે. જેનાથી તમે તમારા જીવનનું બેડલક દૂર કરી શકો છો.
- નવીન કાર્ય, વ્યવસાય, નોકરી, રોજગાર, શુભ કાર્ય કરવા જતા પહેલા ઘરની સ્ત્રીએ એક મૂઠ્ઠી અડદદાળ લઈને એ વ્યક્તિની નજર ઉતારવી જોઈએ. આવુ કરવાથી દરેક કામમાં સફળતા મળશે.
- ગરીબ, અનાથ, રોગી, ભિખારી, હિજડા(માસીબા) વગેરેને દાન કરવુ. શક્ય હોય તો હિજડાઓને આપેલ નાણામાંથી એક સિક્કો પરત લઈને તેને ઘરની તિજોરીમાં મુકો. આવુ કરવાથી તમને ભરપૂર ફાયદો થશે.
- કાળા રંગના હળકુંડ(હળદની ગાંઠ) શુભ મુહુર્તમાં લઈને વ્યવસાય કરનારા લોકોએ પોતાના ગળામાં બાંધવી.
રવી પુષ્ય નક્ષત્રના શુભ મુહુર્તમાં શંખપુષ્પીના ઝાડનુ મૂળ લાવીને એ ઘરમાં મુકો. ચાંદીના ડબ્બીમાં મુકશો તો વધુ ફાયદો થશે.
- ગુરૂપુષ્ય કે રવિપુષ્ય મુહૂર્તમાં વડના ઝાડના પાન લાવીને તેના પર સ્વસ્તિક બનાવો અને તે પાન ઘરમાં મુકો.
- ઘરના મુખ્ય દરવાજા પર શ્રીગણેશની મૂર્તિ એ રીતે મુકો કે તેનુ મોઢુ તમારા ઘરની અંદરની બાજુ મુકવુ. સવારે ઉઠીને એ મૂર્તિને દુર્વા અર્પણ કરો.