SBI બેંકમાં ગ્રેજ્યુએટ માટે 2 જુદા જુદા પદ પર નીકળી છે સરકારી નોકરી, જલ્દી કરો અરજી

બુધવાર, 12 સપ્ટેમ્બર 2018 (17:12 IST)
ગ્રેજ્યુએટ છો અને બેંકમાં કરવા માંગો છો સરકારી નોકરી તો સ્ટેટ બેંક ઓફ ઈંડિયામાં 2 પદ માટે અરજી કરી શકો છો. જી હા સ્ટેટ બેંક ઓફ ઈંડિયાએ ઉપ-પ્રબંધક અને અગ્નિશમન અધિકારી પદો પર ભરતી પ્રક્રિયા કાઢીને અરજી આમંત્રિત કરી છે. જ્યા ઉપ-પ્રબંધકના પદ માટે નોકરી સ્થાયી છે તો બીજી બાજુ અગ્નિશમન અધિકારીના પદ નોકરી કૉંટ્રેક્ટ આધારિત છે.  કુલ 48 પદ છે જેમને ભરવામાં આવશે.  અરજી કરવાની પ્રક્રિયા શરૂ થઈ ચુકી છે જે 24 સપ્ટેમ્બર 2018 સુધી રહેશે.  આ પદ માટે ન્યૂનતમ શૈક્ષણિક યોગ્યતા ગ્રેજ્યુએશન નક્કી કરવામાં આવી છે.  તો બીજી બાજુ આયુ સીમા બંને પદ માટે જુદી જુદી જુદી ચ હે.  જો તમે આમાંથી કોઈ પદ પર અરજી કરવા માંગો છો તો પહેલા નીચે આપવામાં આવેલ તમામ માહિતી જરૂર જાણી લો. 
 
પદનુ નામ અને સંખ્યા - સ્ટેટ બેંક ઓફ ઈંડિયામાં ઉપ-પ્રબંધક અને અગ્નિશમન અધિકારીના પદ પર ભરતી પ્રક્રિયા કાઢવામાં આવી છે. ઉપ પ્રબંધકના 27 અને અગ્નિશમન અધિકારીના 21 પદ છે. મતલબ કુલ 48 પદ છે જેને માટે અરજી કરી શકાય છે. 
 
શૈક્ષણિક યોગ્યતા - આ પદ માટે ન્યૂનતમ યોગ્યતા ગ્રેજ્યુએશન નક્કી કરવામાં આવી છે. 5 વર્ષનો અનુભવ પણ જરૂરી છે. તો બીજી  બાજુ અગ્નિશમન અધિકારીના પદ માટે 10 વર્ષનો અનુભવ હોવો જરૂરી છે. 
 
 
વય સીમા - 31 ઓગસ્ટ ના રોજ ઉપ-પ્રબંધકના પદ માટે અભ્યર્થીની ન્યૂનતમ આયુ 28 વર્ષ અને અધિકતમ આયુ સીમા 40 વર્ષ નક્કી કરવામાં આવી છે.  તો બીજી બાજુ અગ્નિશમન અધિકારીના પદ માટે ન્યૂનતમ આયુ સીમા 35 અને અધિકતમ આયુ સીમા 62 રાખવામાં આવી છે. 
 
 
આવેદન પ્રક્રિયા - ઓનલાઈન આવેદન જ બંને પદો માટે સ્વીકાર કરવામાં આવશે. બીજી બાજુ અભ્યર્થી પાસે પોતાની ઈ-મેલ આઈડી હોવી પણ જરૂરી છે. 
 
 
ઓનલાઈન આવેદન જ બંને પદ માટે સ્વીકાર કરવામાં આવશે.  એ જ અભ્યર્થી પાસે પોતાની ઈ-મેલ આઈડી હોવી પણ અનિવાર્ય છે. આવેદન કરવાની પ્રક્રિયા 7 સપ્ટેમ્બર 2018થી શરૂ થઈ ચુકી છે જે 24 સપ્ટેમ્બર 2018 સુધી ચાલશે.. 
 
પસંદગી પ્રક્રિયા - આવેદન પત્રના આધાર પર અભ્યર્થીનુ સિલેક્શન કરવામાં આવશે. શોર્ટલિસ્ટ આવેદકોને ઈંટરવ્યુ માટે બોલાવાશે પછી મેરિટ લિસ્ટ રજુ થશે. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર