RBI Recruitment 2022: સરકારી નોકરીની છે શાનદાર તક, આ તારીખે છે પરીક્ષા, આજે જ કરી દો એપ્લાય

સોમવાર, 18 એપ્રિલ 2022 (14:57 IST)
RBI Grade B ભરતી 2022 માટેની અરજી પ્રક્રિયા આજે બંધ થશે. ભારતીય રિઝર્વ બેંકમાં નોકરી મેળવવા માંગતા ઉમેદવારોએ શક્ય તેટલી વહેલી તકે અરજી કરવી જોઈએ. આજે સાંજે 6 વાગ્યા સુધી આવેદનપત્ર જમા કરાવી શકાશે. સરકારી નોકરી (Sarkari Naukri)ની છે શાનદાર તક. ઈચ્છુક ઉમેદવાર ઓફિશિયલ વેબસાઈટ rbi.org.in અરજી કરી શકે છે. ઓનલાઈન અરજીની તારીખ 28 માર્ચ 2022થી શરૂ થઈ હતી. 
 
RBI ભરતી 2022 દ્વારા કુલ 303 ખાલી જગ્યાઓ ભરવામાં આવશે. આમાં, RBI ગ્રેડ B ઓફિસર્સની કુલ 294 જગ્યાઓ (ઓફિસર્સ ગ્રેડ B (DR) જનરલ - 238 પોસ્ટ્સ, ઓફિસર્સ ગ્રેડ B (DR) DEPR - 31 પોસ્ટ્સ, ઓફિસર્સ ગ્રેડ B (DR) DSIM - 25 પોસ્ટ્સ) અને કુલ આસિસ્ટન્ટ મેનેજરની 09 જગ્યાઓ સામેલ છે.
 
ક્યારે થશે પરીક્ષા ? 
 
RBI ગ્રેડ B ભરતી પરીક્ષા 28 મે થી 06 ઓગસ્ટ 2022 દરમિયાન યોજાશે. RBI ફેઝ-I પરીક્ષા પહેલા નિયત સમયે એડમિટ કાર્ડ જારી કરશે. ઉમેદવારો આરબીઆઈની અધિકૃત વેબસાઈટ પરથી તેમનું એડમિટ કાર્ડ ડાઉનલોડ કરી શકશે. જે ઉમેદવારો લેખિત પરીક્ષામાં લાયક ઠરે છે તેમને ઇન્ટરવ્યુ રાઉન્ડ માટે બોલાવવામાં આવશે.
 
વય મર્યાદા 
 
અરજી કરનારની વય ઓછામાં ઓછી 21 વર્ષ અને વધુમાં વધુ 30 વર્ષ સુધી હોવી જોઈએ. 
 
RBI ભરતી 2022: જાણો કેવી રીતે કરશો અરજી ?
 
સ્ટેપ 1 : આરબીઆઈની સત્તાવાર વેબસાઈટ rbi.org.in પર જાવ. 
સ્ટેપ 2: હોમ પેજ પર, 'નવી નોંધણી' લિંક પર ક્લિક કરો.
સ્ટેપ 3: માંગેલી  વિગતો દાખલ કરીને નોંધણી કરો.
સ્ટેપ 4: જનરેટ કરેલ ઓળખપત્ર, નોંધણી નંબર અને પાસવર્ડનો ઉપયોગ કરીને લૉગ ઇન કરો.
સ્ટેપ 5: અરજી ફોર્મ ભરો.
સ્ટેપ 6: સંબંધિત દસ્તાવેજો અપલોડ કરો અને એપ્લિકેશન ફી જમા કરો.
સ્ટેપ 7: તમારી અરજી સબમિટ કરવામાં આવશે, પુષ્ટિ પૃષ્ઠ ડાઉનલોડ કરો અને પ્રિન્ટઆઉટ તમારી સાથે રાખો.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર