Police Recruitment 2022: 10મુ પાસ માટે પોલીસમાં નોકરી મેળવવાની ઉત્તમ તક, જલ્દી કરો અરજી

બુધવાર, 16 માર્ચ 2022 (13:10 IST)
Ladakh Police Recruitment 2022 Notification પોલીસમાં નોકરી કરવાની ઈચ્છા રાખનારા યુવાનો માટે સોનેરી તક છે. લદ્દાખ પોલીસે ફોલોઅર એક્ઝીક્યુટિવન પદ પર ભરતી માટે એક નોટિફિકેશન રજુ કર્યુ છે.  આ ભરતી અભિયાનના માઘ્યમથી લદ્દાખ પોલીસ ફોલોઅર એક્ઝીક્યુટિવના 80 પદ પર નિમણૂક કરવામાં આવશે.  યોગ્ય અને ઈચ્છુક ઉમેદવાર ભારતીય સેનાની સત્તાવાર  વેબસાઈટ ladakhpolicerecruitment.in પર જઈને ઓનલાઈન અરજી કરી શકે છે. 
 
આ પદ માટે અરજી પ્રક્રિયા 10 માર્ચથી શરૂ થઈ ચુકી છે. ઉમેદવાર લદ્દાખ પોલીસની સત્તાવાર વેબસાઈટ પર જઈને અરજી કરી શકે છે.  
 
મહત્વપૂર્ણ તારીખ 
 
ઓનલાઈન અરજી શરૂ થવાની તારીખ              10 માર્ચ 2022 
ઓનલાઈન અરજીની અંતિમ તારીખ                31 એપ્રિલ 2022 
 
શૈક્ષણિક યોગ્યતા - ભારતીય સેનાના આ પદ પર અરજી કરનારા ઉમેદવાર કોઈપણ માન્યતા પ્રાપ્ત બોર્ડ 10મુ પાસ હોવા જોઈએ. શૈક્ષણિક યોગ્યતા અને આ ભરતી સાથે સંબંધિત વધુ માહિતી માટે આવેદનકર્તા નોટિફિકેશન ચેક કરી શકે છે. 
 
આયુ સીમા 
 
આ પદ માટે અરજી કરનારા ઉમેદવારોની આયુ 1 જાન્યુઆરી 2022થી પહેલા 18 વર્ષથી 37 વર્ષની વચ્ચે હોવી જોઈએ. સરકારી નિયમો મુજબ અનામત વર્ગ માટે છૂટ આપવામાં આવી છે.  અન્ય પછાત વર્ગને 3 વર્ષ અને અનૂસૂચિત જાતિ અને જનજાતિને 5 વર્ષની છૂટ આપવામાં આવી છે. 
 
પસંદગી પ્રક્રિયા 
 
અરજદારની પસંદગી સ્ક્રીનિંગ અને ટ્રેડ ટેસ્ટ દ્વારા કરવામાં આવશે. આ માટે એડમિટ કાર્ડ સત્તાવાર વેબસાઈટ પર જલ્દી રજુ કરી દેવામાં આવશે. એડમિટ કાર્ડ પોસ્ટ દ્વારા નહી મોકલવામાં આવે. 
 
અરજી ફી - અરજી કરનારા ઉમેદવારે 300 રૂપિયા અરજી ફીની ચુકવણી કરવાની રહેશે.  ફીની ચુકવણી માત્ર ડેબિટ કાર્ડ/ક્રેડિટ કાર્ડ/ નેટ બેકિંગના માધ્યમથી કરી શકાશે. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર