LRD ભરતી પ્રક્રિયા શરૂ, ઉમેદવાર OJAS વેબસાઇટ પર ભરી શકશે ફોર્મ

શનિવાર, 23 ઑક્ટોબર 2021 (17:12 IST)
LRD Recruitment 2021 : ગુજરાત પોલીસ દ્વારા વર્ગની હથિયારી/ બિનહથિયારી કોન્સ્ટેબલ લોકરક્ષક અને સીઆરપીએફ કોન્સ્ટેબલ સંવર્ગની ખાલી જગ્યાઓની સીધી ભરતી બહાર પાડવામાં આવી છે. આજે જાહેર કરવામાં આવેલી જાહેરાત મુજબ રાજ્યમાં કુલ આ વર્ગની 10459 જગ્યા ભરવામાં આવશે. આજથી શરૂ કરી અને આગામી  9મી નવેમ્બર 2021 સુધી રાત્રિના 11.59 વાગ્યા સુધી આ ભરતી માટે આવેદન આપી શકાશે.
 
લોકરક્ષકદળની ભરતી પરીક્ષાને લઇ મહત્વના સમાચાર આવઇ રહ્યા છે. લોકરક્ષકદળની ભરતીની રાહ જોતા યુવાનોની આતુરતાનો અંત આવ્યો છે. LRD ભરતી પ્રક્રિયા આજથી શરૂ કરી દેવાંમાં આવી છે. ભરતી માટે ઉમેદવાર OJAS વેબસાઇટ પર ફોર્મ ભરી શકશે. ભરતી બોર્ડના અધ્યક્ષ IPS હસમુખ પટેલે આ અંગે  માહિતી આપી છે.LRDની 10459 જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે મહત્વનું છે કે આ પહેલા ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા થોડા દિવસ અગાઉ પોલીસ ભરતીને જાહેરાત કરવામાં આવી હતી. ત્યારે હવે ભરતીના અરજી માટે ફોર્મ ભરવાનું શરૂ થઈ ગયું છે આવનાર 100 દિવસમાં ભરતી પૂર્ણ થશે તેવી જાહેરાત પહેલાથી જ કરી દેવામાં આવી છે. 8476 પુરૂષ અને 1983 મહિલા ઉમેદવારો માટે આજથી એટલે કે 23 ઓકટોબરથી 9 નવેમ્બર સુધી ઉમેદવાર અરજીકરી શકશે

 
PSI-LRD ભરતી મામલે સ્પષ્ટતા
- ભરતી બોર્ડના ચેરમેન હસમુખ પટેલની સ્પષ્ટતા
- PSI-LRD માટે અલગ-અલગ અરજી કરવાની રહેશે
- શારીરિક કસોટી બંનેની એકસાથે લેવામાં આવશે 
- લેખિત પરીક્ષા અલગ-અલગ લેવામાં આવશે
- પ્રશ્ન પેપરનો સમય બે કલાક અને ગુણ તેમજ પ્રશ્નો 100 માર્કસના રહેશે
- જે ઉમેદવારોએ પો.સ.ઇની ભરતી માટે ફોર્મ ભરેલ હોય અને તેઓ લોકરક્ષક માટે પણ અરજી કરવા માંગતા હોય તો તેઓ એ અલગથી અરજી કરવાની રહેશે.
- શારીરિક કસોટી બંનેની એકસાથે લેવામાં આવશે

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર