Birth of Shri Krishna - ભગવાન કૃષ્ણની જન્મકથા

શુક્રવાર, 11 ઑગસ્ટ 2017 (16:57 IST)
ભાદરવા કૃષ્ણ અષ્ટમીને શ્રીકૃષ્ણ જન્માષ્ટમી કહે છે. કારણ કે આ દિવસે ભગવાન શ્રીકૃષ્ણનો જન્મદિવસ મનાવવામાં આવે છે. 
 
આ તિથિની ઘનઘોર અંધારી અડધી રાતને રોહિણી નક્ષત્રમાં મથુરાના જેલમાં વસુદેવની પત્ની દેવકીના ગર્ભથી ભગવાન શ્રીકૃષ્ણએ જન્મ લીધો હતો.  આ તિથિ એ શુભ સમયની યાદ અપાવે છે અને આખા દેશમાં ખૂબ જ ધૂમધામથી જન્માષ્ટમી ઉજવવામાં આવે છે. 

આ છે ભગવાન કૃષ્ણની 9 પટરાણીઓ, સાંભળો એની કહાનીઓ

જન્માષ્ટમીના દિવસે ભગવાન શ્રીકૃષ્ણની જન્મ સંબંધી કથા પણ સંભળાવે છે જે આ રીતે છે. 
દ્વાપર યુગમાં ભોજવંશી રાજા ઉગ્રસેન મથુરામાં રાજ્ય કરતા હતા.  તેમના ક્રુર પુત્ર કંસે તેમને ગાદી પરથી ઉતારી દીધા અને ખુદ મથુરાના રાજા બની બેસ્યા. કંસની એક બહેન હતી દેવકી. જેનુ લગ્ન વસુદેવ નામના યદુવંશી સરદાર સાથે થયુ હતુ. 

શુ આપ જાણો છો ગોરા ગોરા ગોપાલ ભૂરા(બ્લ્યુ) રંગના કેમ ?

 
webdunia gujaratiના  વીડિયો જોવા માટે સબસ્ક્રાઈબ કરો Webdunia gujarati on youtube channel સબસ્ક્રાઈબ કરવા માટે youtube પર Subscribe નો લાલ બટન દબાવો અને Subscribe કરો  Webdunia gujarati
એક સમય કંસ પોતાની બહેન દેવકીને તેના સાસરે પહોંચાડવા જઈ રહ્યો હતો. 
 
રસ્તામાં આકાશવાણી થઈ - હે કંસ જે દેવકીને તૂ ખૂબ પ્રેમથી લઈ જઈ રહ્યો છે તેમા જ તારો કાળ વસે છે. તેના જ ગર્ભમાંથી ઉત્પન્ન આઠમુ બાળક તારો વધ કરશે.  આ સાંભળીને કંસ વસુદેવને મારવા ઉતારુ થયા. 
 
ત્યારે દેવકીએ તેમને વિનયપૂર્વક કહ્યુ - મારા ગર્ભ દ્વારા જે સંતાન થશે તેને હુ તમારી સામે લાવી દઈશ. બનેવીને મારવાથી શુ ફાયદો છે ? 
 
કંસે દેવકીની વાત માની લીધી અને મથુરા પરત જતા રહ્યો. તેણે વસુદેવ અને દેવકીને જેલમાં નાખી દીધા. 
 
વસુદેવ-દેવકીએ એક એક કરીને સાત બાળકો થયા અને સાતેયના જન્મ લેતા જ કંસે તેમને મારી નાખ્યા. હવે આઠમુ બાળક આવવાનુ હતુ. જેલમાં તેના પર ચુસ્ત પહેરો બેસાડવામાં આવ્યો હતો એ સમયે નંદની પત્ની યશોદાને પણ બાળક થવાનુ હતુ. 
 
તેમણે વસુદેવ-દેવકીના દુખી જીવનને જોઈને આઠમા  બાળકની રક્ષાનો ઉપાય રચ્યો. જે સમયે વસુદેવ-દેવકીને પુત્ર જન્મ્યો એ સમયે સંયોગથી યશોદાના ગર્ભથી એક કન્યાનો જન્મ થયો જે બીજુ કશુ નહી પણ ફક્ત માયા હતી. 

 
જે કોઠરીમાં દેવકી-વસુદેવ કેદ હતા તેમા અચાનક પ્રકાશ થયો અને તેમની સામે શંખ ચક્ર ગદા પદ્મ ધારણ કરેલ ચતુર્ભુજ ભગવાન પ્રગટ થયા. બંને ભગવાનના ચરણોમાં નતમસ્તક થયા. ત્યારે ભગવાને કહ્યુ હવે હુ ફરીથી નવજાત શિશુનુ રૂપ ધારણ કરી લઉ છુ. 
 
તમે મને આ સમયે તમારા મિત્ર નંદજીના ઘરે વૃંદાવનમાં મોકલી આપો અને તેમની ત્યા જે કન્યા જન્મી છે તેને લઈને કંસના હવાલે કરી દો. આ સમય વાતાવરણ અનુકૂળ નથી. છતા પણ તમે ચિંતા ન કરો. જાગતા ચોકીદાર સૂઈ જશે. જેલના દરવાજા આપમેળે જ ખુલી જશે. અને ઉભરાતી યમુના તમને પાર જવાનો માર્ગ આપશે. 
 
એ સમયે વસુદેવ નવજાત શિશુ રૂપ શ્રીકૃષ્ણને સૂપડામાં મુકીને જેલમાંથી બહાર નીકળી પડ્યા અને ઉભરાતી યમુનાને પાર કરી નંદજીના ઘરે પહોંચ્યા  તેમણે ત્યા નવજાત શિશુને યશોદાની સાથે સૂવડાવી દીધો અને કન્યાને લઈને મથુરા આવી ગયા. જેલના ફાટક પરત બંધ થઈ ગયા. 
 
હવે કંસને સૂચના મળી કે વસુદેવ-દેવકીને બાળક જન્મ્યો છે. 
 
તે જેલમાં જઈને દેવકીના હાથમાંથી નવજાત કન્યાને છીનવીને પૃથ્વી પર પટકી રહ્યો હતો કે એ કન્યા આકાશમાં ઉડી ગઈ અને ત્યાથી બોલી - અરે મૂર્ખ મને મારવાથી શુ થશે ? તને મારનારો તો વૃંદાવનમાં જઈ પહોંચ્યો છે.  એ જલ્દી તને તારા પાપોની સજા આપશે. આ જે કૃષ્ણ જન્મની કથા. 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર