1. ક્ષમા : સહનશીલતા. ક્રોધને ઉત્પન્ન ન થવા દેશો. ક્રોધ ઉત્પન્ન થાય તો પોતાના વિવેકથી, નમ્રતાથી તેને વિફળ કરી દો. પોતાની અંદર ક્રોધનું કારણ શોધવું, ક્રોધથી થનાર અનર્થોનો વિચારવા, બીજાઓની બેસમજી પર ધ્યાન ન આપવું. ક્ષમાના ગુણોનું ચિંતન કરવું.
2. માર્દવ : ચિત્તમાં મૃદુતા અને વ્યવહારમાં નમ્રતા હોવી.
3. આર્દવ : ભાવની શુદ્ધતા. જે વિચારો તે કહો. જે કહો તે કરો.
4. શૌચ: મનમાં કોઈ પણ પ્રકારનો લોભ ન કરવો. આસક્તિ ન રાખવી. શરીરની પણ નહિ.