ગોપાચલ ગાથાની સાથે અહીંયા પ્રમુખ પુરૂષ, મૂર્તિ નિર્માતા, પ્રતિષ્ઠાકારક, શ્રેષ્ઠીજન તેમજ સાહિત્યકારનું સંક્ષિપ્ત વિવરણ જેઓએ ગોપાચલનું ગૌરવ વધાર્યું-
સંઘવી કમલસિંહ- તેઓને રઇધૂએ ગોપાચલના તીર્થ નિર્માતા કહ્યા છે. તેઓની પ્રેરણાથી જ કવિવરે સમ્મત ગુણ ણિહાર્ણ કાવ્યની રચના કરી હતી. તેઓએ ભગવાન આદિનાથની 11 ફૂટ ઊંચી પ્રતિમાનું નિર્માણ અને પ્રતિષ્ઠા મહારાજ ડૂંગરસિંહના રાજ્યકાળમાં પ્રાર્થના રઇધૂ પાસે કરાવી હતી.
ખેલા બ્રહ્મચારી- તેઓના અનુરોધ અને ભટ્ટારક યશ:કીર્તિનાં આદેશ પર કવિવર રઇધૂએ સમ્મઈ જૈન ચરિઉ ગ્રંથની રચના કરી હતી. આ ગ્રંથની પ્રશસ્તિમાં પરિચય આપ્યો છે. તેઓએ ગ્વાલિયર દૂર્ગમાં ચંન્દ્રપ્રભુ ભગવાનની મૂર્તિનું નિર્માણ કરાવડાવ્યું, સંઘવી કમલસિંહના સહયોગથી શિખરવન્દ મંદિરનું નિર્માણ અને મૂર્તિ પ્રતિષ્ઠાનું કાર્ય સંપન્ન કર્યું હતું.
સંઘાદિપ નેમદાસ- આમની પ્રેરણાથી રઇધૂએ પૂણાસવ કહા કોષની રચના કરી હતી. ગ્રંથની પ્રશસ્તિમાં પરિચય આપવામાં આવ્યો છે. તેઓએ ધાતુ, પાષાણ, વિદ્રુમ અને રત્નોની અનેક જૈન મૂર્તિઓ બનાવડાવી હતી અને વિશાળ જૈનાશ્રયમાં તેમને પ્રતિષ્ઠિત કરી હતી. વ્યાપારિક કાર્યને કારણે તેઓ ગ્વાલિયર પણ આવતાં હતા અને અહીંયા સંઘવી કમલસિંહના માધ્યમથી કવિવર રઇધૂના સંપર્કમાં આવ્યાં હતાં. કવિવરના આદેશ અને ઉપદેશને કારણે ગ્વાલિયર દૂર્ગમાં મૂર્તિ પ્રતિષ્ઠા કરાવી હતી.
સંઘાધિપ કુશરાજ- આ ગ્વાલિયરના ગોલારાડાન્વચી ખેઉ સાહૂના પુત્ર હતાં. તેઓને પ્રેરણાથી રઇધૂએ સાવય કરિઉ ગ્રંથની રચના કરી હતી. તેઓએ મહારાજા કીર્તિસિંહના કાળમાં વિશાળ જૈન મંદિર બનાવડ્યું હતું.
કુસુમચન્દ્ર- આ ગોલાલારે જાતીના હતાં. તેઓએ સંવત 1458માં બાવડીની અને ભટ્ટારક સિંહકીર્તિ દ્વારા પાર્શ્વનાથ મૂર્તિની પ્રતિષ્ઠા કરાવી હતી.
સાહૂ પદ્મસિંહ- આ જૈસવાલ વંશના ઉલ્હા સાહૂના મોટા પુત્ર હતાં. તેઓએ 24 જૈનાશ્રયોનું નિર્માણ કરવડાવ્યું હતું તેમજ એક લાખ ગ્રંથ લખાવડાવીને સાધુઓ, શ્રાવકો તેમજ મંદિરોને ભેંટ કર્યાં હતાં.