जावन्ति लोए पाणा तसा अदुव थावरा। ते जाणमजाणं वा न हणे नो विघायए॥ હિંસાના વિશે મહાવીરજીએ કહ્યું છે કે દુનિયાની અંદર જેટલા પણ જીવો (બે, ત્રણ, ચાર અને પાંચ ઈંદ્રિયાવાળા જીવો પોતાની ઈચ્છાથી ચાલી શકે છે, ડરે છે, ભાગી શકે છે, ખાઈ શકે છે) અને સ્થાવર જીવો (એક ઈંદ્રીયવાળા જીવો , સ્પર્શ ઈંદ્રિયવાળા જીવો આ જન્મ લે છે, વધે છે, મરે છે પરંતુ પોતાની જાતે ફરી નથી શકતાં. જેવા કે જળ, વાયુ, અગ્નિ, વનસ્પતિ વગેરે) તેમની જાણીને કે અજાણતાં પણ હિંસા ન કરશો. બીજાની પાસે પણ હિંસા ન કરાવશો.
जगनिस्सिएहिं भूएहि तसनामेहिं थावरेहिं च। नो तेसिमारभे दंडं मणसा वयसा कायसा चेव॥ સંસારની અંદર જેટલા પણ સ્થાવર જીવ છે તેમને ના તો શરીરથી, ન વચનથી કે મનથી પણ દંડ ન આપશો.
अज्झत्थं सव्वओ सव्वं दिस्स पाणे पियायए। न हणे पाणिणो पाणे भयवेराओ उवरए॥ બધાની અંદર એક જ આત્મા છે, આપણી જેમ બધાને જીવ વ્હાલો છે. આટલુ વિચારીને કોઈ પણ પ્રાણીની હિંસા ન કરશો.
सयं तिवायए पाणे अदुवाऽन्नेहिं घायए। हणन्तं वाऽणुजाणाइ वेरं वड्ढई अप्पणो॥ જે પરિગ્રહી માણસ પોતે હિંસા કરે છે, બીજાઓની પાસે હિંસા કરાવે છે અને બીજાની હિંસાનું અનુમોદન કરે છે તે પોતાને માટે વેર જ વધારે છે.
एयं खु नाणिणो सारं जं न हिंसइ किंचण। अहिंसा समयं चेव एयावन्तं वियाणिया॥ જ્ઞાની હોવાનો સાર તે છે કે કોઈ પણ પ્રાણીની હિંસા ન કરો. અહિંસાનું આટલુ જ જ્ઞાન ઘણું છે. આ જ અહિંસાનું વિજ્ઞાન છે.
सव्वे पाणा पियाउया सुहसाया दुक्ख पडिकूला। अप्पियवहा पियजीविणो, जीविउकामा सव्वेसिं जीवियं पियं॥ બધા જ પ્રાણીઓને પોતાના જીવ વહાલા હોય છે. બધાને સુખ સારૂ લાગે છે, દુ:ખ સારૂ નથી લાગતું. હિંસા બધાને ખરાબ લાગે છે. જીવવાનું બધાને ગમે છે. બધા જ જીવવાનું પસંદ કરે છે. બધાને જીવન પ્રિય છે.
नाइवाइज्ज किंचण। કોઈ પણ પ્રાણીની હિંસા ન કરશો.
आयातुले पयासु। પ્રાણીઓ પ્રત્યે પણ એવો જ ભાવ રાખો જેવો પોતાની આત્મા તરફ રાખો છો.
तेसिं अच्छणजोंएण निच्चं होंयव्वयं सिया। मणसा कायवक्केण एवं हवइ संजए॥ બધા જ જીવો પ્રત્યે અહિંસક થઈને રહેવું જોઈએ. સાચો સંયમી તે જ છે જે મન, વચન અને શરીરથી કોઈની પણ હિંસા નથી કરતો.
अजयं चरमाणो उ पाणभूयाइं हिंसइ। बंधइ पावयं कम्मं तं से होइ कडुयं फलं॥ જે માણસ ચાલવામાં અસાધાની રાખે છે, જોયા વિના ચાલે છે, તે સ્થાવર જીવોની હિંસા કરે છે. આવો માણસ કર્મબંધનમા ફસાય છે. તેનું ફળ પણ કડવું હોય છે.
अजयं आसमाणो उ पाढभूयाइं हिंसइ। बंधइ पावयं कम्मं तं से होइ कडुयं फलं॥ જે માણસ બેસવામાં અસાવધાની રાખે છે , કંઈ પણ જોયા વિના બોલે છે તે સ્થાવર જીવોની હિંસા કરે છે, આવો માણસ કર્મબંધનની અંદર ફસાય છે. તેનું ફળ કડવું હોય છે.
अजयं भुज्जमाणो उ पाणभूयाइं हिंसइ। बंधइ पावयं कम्मं तं से होइ कडुयं फलं॥ જે માણસ ભોજન કરવામાં અસાવધાની રાખે છે , સરખી રીતે જોયા વિના ખાઈ લે છે તે સ્થાવર જીવોની હિંસા કરે છે, આવો માણસ કર્મબંધનની અંદર ફસાય છે. તેનું ફળ કડવું હોય છે.
अजयं भासमाणो उ पाणभूयाइं हिंसइ। बंधइ पावयं कम्मं तं से होइ कडुयं फलं॥ જે માણસ બોલવામાં અસાવધાની રાખે છે ,તે સ્થાવર જીવોની હિંસા કરે છે, આવો માણસ કર્મબંધનની અંદર ફસાય છે. તેનું ફળ કડવું હોય છે.
सव्वे अक्कन्तदुक्खा य अओ सव्वे न हिंसया॥ દુ:ખથી બધા જ જીવો ગભરાય છે. આવુ માનીને કોઈ પણ જીવની હત્યા ન કરવી.