જૈન સંપ્રદાય

રવિવાર, 3 જૂન 2007 (09:49 IST)
જૈન ધર્મમાં દિગંબર અને શ્વેતાબંર એમ બે મુખ્ય સંપ્રદાય છે. દિગ એટલે દિશા અને દિશા જ અમ્બર છે, એટલે કે દિગંબર. દિગંબર સંપ્રદાયના મુનિઓ વસ્ત્રો પહેરતા નથી. વેદોમાં તેને "વાતરશના" કહેવાય છે. જ્યારે શ્વેતાબંર સંપ્રદાયના મુનિઓ સફેદ વસ્ત્રો ધારણ કરે છે.

લગભગ 300 વર્ષ પહેલા શ્વેતાંબરોમાંથી એક નવો સંપ્રદાય જન્મ્યો. તે સંપ્રદાય હતો "સ્થાનકવાસી". આ લોકો મૂર્તિ પૂજા નથી કરતા. જૈનોમાં તેરાપંથી, વીસપંથી, તારણપંથી, યાપનીય જેવા કેટલાક અન્ય સંપ્રદાયો પણ છે.

જૈન ધર્મના બધા જ સંપ્રદાયોમાં થોડો ઘણો વિચારભેદ હોવા છતાય તેઓ બધા જ ભગવાન મહાવીર, અહિંસા, સંયમ અને અનેકાંતવાદમાં સમાન વિશ્વાસ ધરાવે છે.

વેબદુનિયા પર વાંચો