આરતી

W.D

હે શંખેશ્વર સ્વામી, પ્રભુ જગ અંતરયામી
તમને વંદન કરીયે, શિવ સુખના સ્વામી. હે શંખેશ્વર...

મારો નિશ્ચય એક છે સ્વામી, બનૂ તમારો દાસ
તારા નામે ચાલે-2, મારો શ્વાસોશ્વાસ. હે શંખેશ્વર...

દુ:ખ સંકટને કાપો-સ્વામી વાંછિત ને આપો-2
પાપ હમારા હરજો-2 શિવસુખના સ્વામી. હે શંખેશ્વર ...

નિશદિન હુ માંગુ છું, સ્વામી તુમ શરણે રહેવા-2
ધ્યાન તમારૂ ધ્યાવુ-2, સ્વીકારજો સેવા. હે શંખેશ્વર...

રાત-દિવસ આવુ છું સ્વામી, દયાતણા ભંડાર-2
ત્રિભુવનના છો નાયક-2, જગના તારણ હાર હે શંખેશ્વર...

વેબદુનિયા પર વાંચો