અહિંસાના પ્રતિક ભગવાન મહાવીર

W.DW.D

લગભગ અઢી હજાર વર્ષ પહેલાની વાત છે. ઈસ પૂર્વે 598 માં વૈશાલી રાજ્યમાં કુન્ડલપુરમાં રહેતા પિતા સિધ્ધાર્થ અને માતા ત્રિશલાના ત્રીજા સંતાન તરીકે જન્મેલા મહાવીર સ્વામી અહિંસાના જીવતા જાગતા પ્રતિક હતા.તેમનુ લૌકિક નામ વર્ધમાન હતું. તેઓ જૈન ધર્મના ચોવીસમાં તીર્થંકર તરીકે પૂજાય છે. નાનપણથી જ નિડર એવા મહાવીર સ્વામીનુ બાળપણ મહેલમાં વિત્યુ.

જૈન ધર્મના 24માં તીર્થંકર મહાવીર સ્વામી અહિંસાના મૂર્તિમાન પ્રતિક હતા. એમનું જીવન ત્યાગ અને તપસ્યાથી ઓતપ્રોત હતું. એમણે એક લઁગોટી સુધીનું પરિગ્રહ નહીં રાખ્યું. હિંસા, પ્રાણીઓની બલી, જાતિ-પાઁતિના ભેદભાવ જે યુગમાં ખૂબજ વધી ગયા હતા, તે જ યુગમાં ભગવાન મહાવીરનો જન્મ થયો હતો.

શ્વેતાંબર સંપ્રદાયની માન્યતા અનુસાર તેમને યશોદા સાથે લગ્ન કર્યા હતા અને તેમની પુત્રીનુ નામ અયોજ્જા હતુ. જ્યારે દિગંબર સંપ્રદાય તેમને બાળ બ્રહ્મચારી માને છે. ત્રીસમાં વર્ષે મહાવીરે ગૃહત્યાગ કર્યો હતો. તેમને બાર વર્ષની આકરી તપસ્યા કરીને મન પર વિજય મેળવ્યો હતો.

આ તપસ્યા દરમિયાન તેમને માનવ અને કુદરત સર્જીત અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. પોતાને થયેલા જ્ઞાન લોકોનો આપવા તથા લોકોનુ કલ્યાણ કરવા માટે તેમને તે વખતની પ્રચલિત લોકભાષા પ્રાકૃત ભાષામાં ઉપદેશ આપવા માડ્યાં. જેને કારણે બધા લોકો તેમની ભાષાને અને તેમના ઉપદેશને સમજી શકે.
W.DW.D

મહાવીર માનતા કે ઈન્દ્રિયોનુ અને વિષય વાસનાઓનુ સુખ મેળવવાની ઈચ્છામાં મનુષ્ય અન્ય લોકોને દુખ પહોંચાડે છે. તેમણે અહિંસા, સત્ય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ પર ભાર મુક્યો હતો. ત્યાગ અને સંયમ, પ્રેમ અને કરૂણા તથા શીલ અને સદાચાર જ ભગવાન મહાવીરના પ્રવચનોનો સાર હતો.

આ ઉપરાંત મહાવીરે હિંસા, પશુબલી, નાત, જાત અને સંપ્રદાયના ભેદો વગેરે જેવી તત્કાલીન સમાજમાં પ્રચલિત બદીઓ વિરૂધ્ધ અવાજ ઉઠાવ્યો હતો. મહાવીર ભગવાને શ્રમણ અને શ્રવણી તથા શ્રાવક અને શ્રાવિકા બધાને સાથે લઈને ચતુર્વિધિ સંઘની સ્થાપના કરી હતી. તથા દેશભરમાં તેમનો સંદેશો આપવા લાગ્યા હતા.

ઈસ પૂર્વે 527 માં પાવાપુરીમાં કાર્તર કૃષ્ણ અમાસે 72 વર્ષની ઉંમરે ભગવાન મહાવીરનુ નિર્વાણ થયુ હતું. મહાવીરનો નિર્વાણ દિવસ ઘર-ઘરમાં દીવા પ્રકટાવીને દિવળીની જેમ ઉજવવામાં આવે છે.