મુકેશ અંબાનીએ લોંચ કરી Jioની હેપ્પી ન્યૂ ઈયર ઓફર, 31 માર્ચ સુધી બધુ જ ફ્રી

ગુરુવાર, 1 ડિસેમ્બર 2016 (14:07 IST)
ગુરૂવારે રિલાયંસ ગ્રુપના ચેયરપર્સન અને મેનેજિંગ ડાયરેક્ટર અંબાણીએ જિયો 4જી સિમને હાથોહાથ લેવા બદલ જનતાનો આભાર માન્યો અને કહ્યુ કે જિયોને લોકોએ ભરપૂર પ્રેમ આપ્યો, પણ અન્ય ઓપરેટરોએ અમારો સાથ નથી આપ્યો.
 
રિલાયંસ જિયોએ MD મુકેશ અંબાની પૂરા 90 દિવસ પછી એક વાર ફરી લોકો સામે આવ્યા. તેમને પ્રેસ કૉન્ફ્રેંસમાં એ યૂઝર્સનો આભાર માન્યો જેમણે જિયોને નવા મુકામ પર પહોંચાડી દીધુ. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ કંપનીએ એક રિપોર્ટ રજુ કરી હતી જેના મુજબ તેના 50 મિલિયન મતલબ 5 કરોડ યૂઝર્સ થઈ ચુક્યા છે. મુકેશ અંબાણીએ કહ્યુ કે નવા યૂઝર્સને 31 માર્ચ સુધી વૉયસ અને ઈંટરનેટ સર્વિસ ફ્રી આપવામાં આવશે. જૂના કનેક્શન પણ આ ઓફર પર માઈગ્રેટ થઈ જશે. મુકેશ અંબાનીએ તેને જિઓનુ હેપ્પી ન્યૂ ઈયર ઓફર બતાવી. કોંફ્રેસમાં આ મોટી વાતોનુ એલાન થયુ... 
 
- જિયો પર વિશ્વાસ કરવા બદલ આભાર 
- જિયોમાં મજબૂત ડેટા નેટવર્ક છે. 
- અમને મહત્વનો ફીડબેક મળ્યો છે. 
- જિયો સાથે રોજ 6 લાખ યૂઝર્સ જોડાયા 
- 5 મિનિટમાં સિમ ચાલુ થઈ જાય છે. 
- સરકાર અને TRAIનો આભાર 
- અન્ય કંપનીઓએ જિયોનો સહયોગ ન કર્યો 
- સારી સર્વિસેજ આપવા માટે જિયો તૈયાર છે. 
- સરેરાશ ડેટાથી 25 ટકા વધુ ડેટાનો ઉપયોગ થયો 
- જિયોના સિમની હોમ ડીલીવરી પણ શરૂ થશે. 
- 31 ડિસેમ્બર સુધી ડોર ટૂ ડોર સિમ ડિલીવરી કરવામાં આવશે. 
- 5 મિનિટમાં  E KYCથી સિમ ચાલુ થઈ જાય છે. 
- જિયોમાં નંબર પોર્ટેબિલિટી સર્વિસ શરૂ કરવામાં આવશે. 

વેબદુનિયા પર વાંચો