જિયો રેલ એપ (Jio Raild App) દ્વારા ગ્રાહક ટિકિટ બુક કરાવવા ઉપરાંત તેને રદ્દ પણ કરાવી શકે છે. રેલ ટિકિટની ચુકવણી માટે ગ્રાહક ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ કે ઈ વોલેટનો ઉપયોગ કરી શકે છે. આ ઉપરાંત જિયો રેલ એપ પર પીએનઆર સ્થિતિની માહિતી, રેલગાડીની સમય સારણી, રેલગાડીના રૂટ્સ અને સીટની માહિતી વિશે જિયોરેલ એપ દ્વારા માહિતી મેળવી શકે છે.
સ્માર્ટફોન માટે નિગમના એપની જેમ જિયોરેલ એપ દ્વારા પણ ગ્રાહક તત્કાલ બુકિંગ કરી શકશે. જિયોફોનના જે ગ્રાહકો પાસે આઈઆરસીટેસીનુ ખાતુ નથી તેઓ જિયોરેલનો એપનો ઉપયોગ કરી નવુ ખાતુ પણ બનાવી શકે છે. પીએનઆરની સ્થિતિમાં ફેરફારની માહિતી, ટ્રેન લોકેટર અને ખાનપાન ઓર્ડર જેવી સેવાઓ પણ આ એપ પર જલ્દી જ મળી રહેશે. એપ દ્વારા ટિકિટ બુકિંગ ખૂબ સહેલાઈથી થઈ જશે અને જિયોફોન ગ્રાહકોને બુકિંગ માટે લાંબી લાઈન અને એજંટોથી છુટકારો મળી જશે.