BSNLનો નવો પ્લાન, ફક્ત 49 રૂપિયામાં કરો અનલિમિટેડ કૉલિંગ

મંગળવાર, 7 ફેબ્રુઆરી 2017 (10:35 IST)
રિલાયંસ જિયોને ટક્કર આપવા માટે વોડાફોનથી લઈને એયરટેલ અને અહી સુધી કે બીએસએનએલ પણ પોતાની કમર કસી ચુકી છે.  એક પછી એક નવો પ્લાન રજુ કરવામાં આવી રહ્યો છે.  
 
એક પછી એક નવા પ્લાન રજુ કરવામાં આવી રહ્યા છે જેમા અસીમિત કૉલ અને મેસેજસ ઉપરાંત સસ્તા કે ફ્રી મોબાઈલ ડેટા આપવામાં આવી રહ્યો છે. સાર્વજનિક ક્ષેત્રની ટેલીફોન સેવાપ્રદાતા કંપની બીએસએનએલે લેંડલાઈનથી રવિવાર અને રાતના સમયે થનારી અસીમિત કૉલનુ માસિક ભાડુ 99 રૂપિયાથી ઘટાડીને 49 રૂપિયા કરી દીધી છે.   કંપનીએ એક નિવેદનમાં કહ્યુ કે લૈંડલાઈન સેવાની અને બીજા નવા ગ્રાહકોને આકર્ષિત કરવા માટે કંપનીએ આ એક્સપીરિયંસ લૈંડલાઈન 49' પ્લાન રજુ કર્યો છે. 
 
ઉલ્લેખનીય છે કે કંપનીએ ગણતંત્ર દિવસ પર ત્રણ નવા પ્રીપેડ પ્લાન રજુ કરવામાં આવ્યા હતા. તેમા 26 રૂપિયાવાળા એક ટૈરિફ વાઉચર પણ સામેલ હતો જેમા ગ્રાહકોને કંપનીના નેટવર્ક પર 24 કલાક માટે મફત લોકલ કૉલની સુવિદ્યા આપવામાં આવી રહી હતી. જેના હેઠળ બીજો પ્લાન એઅસટીવી 26 પ્લાન 25થી 31 જાન્યુઆરીના વચ્ચે હાજર હતો જ્યારે કે અન્ય બે પ્લાન 31 માર્ચ ઉશી ઉપલબ્ધ રહેશે. 
 
ફિક્સ લાઈન બ્રોડબેંડના મામલે 9.95 મિલિયન ગ્રાહકો સાથે બીએસએનએલની બાદશાહી હજુ પણ કાયમ છે. પણ મોબાઈલ બ્રોડબેંડમાં હાલ આ ફક્ત 20.39 મિલિયન ગ્રાહકો સાથે પાંચમા નંબર પર છે. બીજી બાજુ રિલાયંસ જિયો પોતાની લાંચ ફક્ત ત્રણ મહિનાની અંદર 52.23 મિલિયન ગ્રાહકોની સાથે દેશની સૌથી મોટી મોબાઈલ બ્રોડબેંડ મોબાઈલ સર્વિસ પ્રોવાઈડર બની ગઈ છે. 

વેબદુનિયા પર વાંચો