Apple એ એપ્પલ વૉચ સીરિઝ 4 ને બુધવારે લૉંચ કરી દીધી છે. આ વૉચની ખાસ વાત તેની હેલ્થ અને ફિટનેસ ટ્રૈકિંગ ફંક્શન છે. આ દુનિયાની પ્રથમ વૉચ છે જે ઈસીજી ફીચર ધરાવે છે. આ ઘડિયાળની શરૂઆતની કિમંત 399 ડોલર છે. હાલ આ વોચ દુનિયાભરના 26 દેશમાં ઉપલબ્ધ રહેશે. બીજી બાજુ વોચને સેલુલર વર્જની કિમંત 499 ડોલર છે. જે દુનિયાભરના 16 દેશોમાં મળી રહેશે. આ વૉચ શુક્રવારે મતલબ 14 સપ્ટેમ્બરથી સેલ માટે ઉપલબ્ધ રહેશે. આ વૉચમાં કંપનીએ એજ ટૂ એજ ડિસ્પ્લે આપ્યુ છે. જે કારણે તેનો ડિસ્પ્લે જૂની વૉચના મુકાબલે 30 ટકા વધુ છે. તેમા 64 બિટનુ ડૂઅલ કોર પ્રોસેસર રહેલુ છે. વૉચનુ સ્પીકર પણ પહેલા કરતા સારુ છે.
તેલ અવાજવાળુ સ્પીકર હોવાને કારણે યૂઝર તેનો ઉપયોગ વોકી ટોકીની જેમ કરી શકે છે. જો કે તેની બેટરી લાઈફમાં કોઈ મોટો ફેરફાર નથી થયો. કંપનીનો દાવો છે કે તેની બેટરી એક દિવસ સુધી ચાલશે. કંપનીએ તેમા યૂઝરની હેલ્થ પર ફોકસ કર્યુ છે. એપ્પલ વૉચ સીરિઝ 4 યૂઝરની એક્ટિવિટી લેવલ, હર્ટ રેટ વર્કઆઉટ, શોર્ટકટ, મ્યુઝિક શોર્ટકટ અને ઘણા ફીચર ધરાવે છે. આ વોચ યૂઝર કેલોરી બર્નનો હિસાબ રાખે છે. કોઈ ઈમરજેંસીની સ્થિતિમાં આ ઘડિયાળ ઈમરજેંસી નંબર પર તમારી લોકેશન સાથે માહિતી પહોંચાડી દેશે. નવા એક્સીલીરોમીટર અને જાયરોસ્કોપની મદદથી વોચ તમારા પડવાની માહિતી પણ આપી દેશે. યૂઝરના પડતા જ વૉચ એક અલર્ટ રજુ કરશે. જો યૂઝરને 60 સેકંડ સુધી રિસ્પોંસ ન કર્યો તો ઈમરજેંસી કૉન્ટેક્ટને ઓટોમેટિક મેસેજ જતો રહેશે.