શોએબ કોલકાતાનું જીવનદાન બની શકશે?

NDN.D

રાવલપીંડી એક્સપ્રેસ શોએબ અખ્તર આજે કોલકાતા આવીને નાઈટ રાઈડર્સની ટીમમાં જોડાય જશે. પાકિસ્તાન ક્રિકેટે બોર્ડ(પીસીબી) દ્વારા એક મહિના સુધી પ્રતિબંધમાં રાહત મળતા શોએબ ખુશ થઇ ગયો છે. પરંતુ તેણે વધારે ખુશ થવાની જરૂર નથી કારણ કે હાલમાં કોલકાતા નાઇટ રાઇડર્સના વળતા પાણી છે અને તેને બચાવવાનું કામ તેણે ઉપાડવાનું રહેશે. આમ શોએબની આઇપીએલમાં રમવાની ઇચ્છા જરૂર પુરી થશે.

આજે સાંજે 4 કલાકે શોએબનું ભારતમાં આગમન થઇ ગયું છે. અને તેઓએ આવતા વેત જ શાહરૂખખાનનો સ્પોર્ટ આપવા બદલ આભાર માન્યો હતો. તેઓ આઇપીએલમાં રમવા માટે ખૂબજ ઉત્સાહિત છે તેવું એરપોર્ટ પર તેઓએ જણાવ્યું હતું.

કોલકાતા નાઈટ રાઈડર્સની ટીમમાંથી રીકી પોંટીંગ અને હસ્સી જેવા ખેલાડીઓ ઓસ્ટ્રેલિયા પરત ચાલ્યા જતા તેની અસર ટીમ પર જણાઈ હતી. ટીમને સતત ચાર પરાજય મળતા ટોચની ચાર ટીમમાંથી કોલકાતા નાઈટ રાઈડર્સની ટીમ નીચે સરકી ગઈ છે.

આ સ્થિતિમાં અખ્તરના આગમનથી ટીમને ફાયદો થશે તવુ માનવમાં આવી રહ્યુ છે. કોલકાતા નાઈટ રાઈડર્સની ટીમ આઠ મેના રોજ બેંગ્લોર રોયલ ચેલેન્જર સામે ટકરાશે. બંગાળ ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ પ્રસુન મુખર્જીએ પણ આ નિર્ણયનું સ્વાગત કર્યુ છે. શાહરૂખ ખાન દ્વારા શોએબ અખ્તરને 425000 ડોલરમાં ખરીદવામાં આવ્યો છે.

ગયા વર્ષના ડિસેમ્બર માસથી અત્યાર સુધી શોએબે માત્ર એક પ્રતિસ્પર્ધી મેચ રમી છે અને 18 ઓવર જ ફેંકી છે. તે 13મી ફેબ્રુઆરીથી ક્રિકેટથી દુર છે.

પાકિસ્તાન માટે તેણે છેલ્લે ડિસેમ્બરમાં બેંગાલુરમા ભારત સામે ત્રીજી ટેસ્ટ રમી હતી. તેનો ફિટનેસ રેકોર્ડ અને પરિસ્થિતિને જોઈને વિશેષજ્ઞોનું માનવું છે કે કોલક્તા નાઈટ રાઈડર્સ તરફથી આઠ મેના રોજ જ્યારે તે મેદાન પર ઉતરશે ત્યારે તે તેની માટે અગ્નિપરિક્ષા સમાન હશે.

વેબદુનિયા પર વાંચો