SRH vs RR IPL Cricket Match Score: ઇન્ડિયન પ્રીમિયર લીગની 18મી સીઝનની શરૂઆત શાનદાર રહી, પહેલી જ મેચમાં KKRનો RCB સામે 7 વિકેટથી પરાજય થયો. આજે એટલે કે 23 માર્ચે, બીજી મેચ સનરાઇઝર્સ હૈદરાબાદ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે હૈદરાબાદના રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાઈ હતી. આ મેચમાં, સનરાઇઝર્સ હૈદરાબાદ ટીમે રાજસ્થાન રોયલ્સને 44 રને હરાવીને સિઝનની મોટી જીત સાથે શરૂઆત કરી. પ્રથમ બેટિંગ કરતા સનરાઇઝર્સ હૈદરાબાદે 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 286 રન બનાવ્યા, જેમાં ઇશાન કિશને 106 રનની અણનમ સદી ફટકારી જ્યારે ટ્રેવિસ હેડે 67 રન બનાવ્યા. રાજસ્થાન રોયલ્સ તરફથી તુષાર દેશપાંડેએ સૌથી વધુ ત્રણ વિકેટ લીધી.