આરસીબી એ 7 વિકેટે મેચ જીતી
આરસીબી ટીમે કેકેઆર સામેના 175 રનના લક્ષ્યાંકનો પીછો કરીને માત્ર 16.2. ઓવરમાં 3 વિકેટ ગુમાવીને સિઝનની શાનદાર એકતરફી જીત સાથે શરૂઆત કરી. આરસીબીના લક્ષ્યનો પીછો કરતી વખતે, ફિલ સોલ્ટ અને વિરાટ કોહલીના બેટમાંથી અડધી સદીની ઇનિંગ્સ જોવા મળી, જેમાં સોલ્ટે 56 રન બનાવ્યા, જ્યારે કોહલી 59 રનની અણનમ ઇનિંગ્સ રમવામાં સફળ રહ્યો.