પ્રથમ મેચ હૈદરાબાદમાં અને બીજી મેચ ચેન્નાઈમાં રમાશે. આજે ચાહકોનું સંપૂર્ણ મનોરંજન કરવામાં આવશે. ફેન્સનો ફેવરિટ એમએસ ધોની પણ આજે એક્શનમાં જોવા મળશે. બંને મેચ અલગ-અલગ સમયે શરૂ થશે. સીઝન-18ની પ્રથમ મેચ KKR અને RCB વચ્ચે રમાઈ હતી, જે નિર્ધારિત કરતાં થોડી મોડી શરૂ થઈ હતી. આવી સ્થિતિમાં આજે યોજાનારી બંને મેચ સમયસર શરૂ થશે કે કેમ તે પ્રશ્ન છે.