રન ચેસ કરવામાં મુંબઈ ઈંડિયંસની કમાલ
વાનખેડે સ્ટેડિયમમાં જ્યારે મુંબઈ ઈંડિયંસ રમી રહી હોય છે ત્યારે કોઈપણ ટારગેટ તેમને માટે નાનુ લાગે છે. આ મેચમાં પણ આવુ જ થયુ. 197 રનના ટાર્ગેટનો પીછો કરતા મુંબઈ ઈન્ડિયન્સે મેચની 16મી ઓવરમાં 3 વિકેટ ગુમાવીને 199 રન બનાવીને આસાનીથી મેચ જીતી લીધી. આ દરમિયાન ટીમના ઓપનર રોહિત શર્મા અને ઈશાન કિશને MIને શાનદાર શરૂઆત અપાવી હતી. બંનેએ પ્રથમ વિકેટ માટે 101 રન જોડ્યા હતા.