કોહલીએ ઈશારાથી જણાવ્યું કે હાર્દિક પણ ભારતીય ટીમનો ખેલાડી પણ છે.
આ મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમે પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 8 વિકેટના નુકસાન પર 196 રન બનાવ્યા હતા, જે બાદ ટાર્ગેટનો પીછો કરતા મુંબઈ ઈન્ડિયન્સે 139ના સ્કોર પર તેની બીજી વિકેટ ગુમાવી હતી, જે બાદ ઈનિંગ 12મી ઓવરમાં હાર્દિક પંડ્યા બેટિંગ કરવા મેદાનમાં પ્રવેશ્યો કે તરત જ આખુ વાનખેડે સ્ટેડિયમમાં તેની હૂટીગ શરૂ થઈ. આ દરમિયાન તે સમયે બાઉન્ડ્રી લાઇન પર ફિલ્ડિંગ કરી રહેલા વિરાટ કોહલીએ પાછળ વળીને ફેંસને ઈશારો કરીને આમ ન કરવા કહ્યું અને તેમને યાદ અપાવ્યું કે હાર્દિક પણ ભારતીય ટીમનો ખેલાડી પણ છે અને તેઓ આ પ્રકારનાં સ્વાગતના બિલકુલ હકદાર નથી. આ મેચમાં હાર્દિક જ્યારે બોલિંગ કરી રહ્યો હતો ત્યારે પણ સ્ટેડિયમમાં ફેંસ તરફથી આવી જ હૂટીગ જોવા મળી હતી.