ટુર્નામેન્ટમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુની આ ત્રીજી હાર છે. ટીમને અગાઉ ચેન્નઈ અને કોલકાતા સામે પણ હારનો સામનો કરવો પડ્યો હતો. બેંગલુરુની એકમાત્ર જીત પંજાબ સામે આવી હતી. બીજી તરફ લખનઉએ અગાઉ પંજાબને હરાવ્યું હતું, જ્યારે પ્રથમ મેચમાં ટીમ રાજસ્થાન સામે હારી ગઈ હતી.