IPL 2022 માં ચેન્નઈ સુપર કિંગ્સની પહેલી જીત, હાઈ સ્કોરિંગ મેચમાં RCBને 23 રનોથી હરાવી, જડેજા અને મહીશે ઝટકી 7 વિકેટ
IPL 2022ની 22મી મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને 23 રને હરાવ્યું. આરસીબીને 217 રનનો ટાર્ગેટ મળ્યો હતો જેના જવાબમાં ટીમ 9 વિકેટે 193 રન જ બનાવી શકી અને મેચ હારી ગઈ. આરસીબી તરફથી શાહબાઝ અહેમદે સૌથી વધુ 41 રન બનાવ્યા હતા. આ સાથે જ ચેન્નાઈ તરફથી મહિષ થેક્ષનાએ 4 વિકેટ ઝડપી હતી. જાડેજાના ખાતામાં 3 વિકેટ પણ આવી છે.