આજથી થઈ રહી છે IPL 2019ની શરૂઆત, CSK vs RCB ની વચ્ચે પહેલી ટક્કર

શનિવાર, 23 માર્ચ 2019 (16:33 IST)
ક્રિકેટ એવી રમત છે જેમા ક્યારે શુ થઈ આય તેનો અંદાજ લગાવી શકવો મુશ્કેલ છે. એકવાર ફરીથી ક્રિકેટના મેદાન પર મોટી રોચક મુકાબલો જોવા મળવાનો છે. ઈંડિયન પ્રીમિયર લીગની 12મી સીઝન આએ રાત્રે 8 વાગ્યાથી શરૂ થઈ રહ્યુ છે. વિશ્વની સૌથી મોટી T20 લીગ દરમિયાન દિવાના દુનિયાભરમાં છે. આ લીગની પ્રથમ મેચ ગયા વર્ષની ચેમ્પિયન ચેન્નઈ સુપરકિંગ્સનો સામનો રોયલ બેગલુરૂ સાથે થશે. 
 
કોહલીની ટીમ જો ધોનીના ધુરંધરોને તેમના ઘરમાં હરાવી દે છે તો આનાથી મોટી શરૂઆત રોયલ બેગલ્રુરૂ માટે નથી હોઈ શકતી.  ચેન્નઈની કોર ટીમની વ્ય 30 વર્ષના પાર છે. મતલબ ધોની અને શેન વોટ્સન બંને 37 વર્ષના છે જ્યારે કે ડ્વેન બ્રાવો 35, ફાફ ટુ પ્લેસિસ 34, અંબાતી રાયડુ અને કેદાર જાઘવ 33 અને સુરેશ રૈના 32 વરસના છે. સ્પિનર ઈમરાન તાહિર 39 અને હરભજન સિંહ 38 વર્ષના છે.  ભારતીય ટીમમાંથી બહાર ચાલી રહેલ લેગ સ્પિનર કર્ણ શર્મા (31) અને ઝડપી બોલર મોહિત શર્મા પણ 30ને પાર છે. ઈંડિયન પ્રીમિયર લીગમં સતત સારુ પ્રદર્શન કરનારી ટીમ ચેન્નઈએ જોકે વયને હંમેશા ઠેંગો બતાવ્યો છે. આ ટીમ હંમેશા ટોચ ચારમાં રહી અને તેમણે ઉત્સાહી દર્શકોને હંમેશા ઉત્સવ મનાવવાની તક આપી. 
 
 એક બાજુ જ્યા ચેન્નઈ ત્રણ વારની ચેમ્પિયન છે તો બીજી બાજુ બેગ્લોરની ટીમમાં અનેક મોટા નામ હોવા છતા પણ અત્યાર સુધી ખિતાબ જીતી શકી નથી.  શનિવારની મેચનુ પરિણામ બોલર પર અને દબાણનો સામનો કરવાની ક્ષમતા પર નિર્ભર કરશે.  ચેન્નઈના અંબાતી રાયડુ અને રવિન્દ્ર જડેજા સારુ પ્રદર્શન કરીને વિશ્વ કપ ટીમમાં સ્થાન બનાવવુ પસંદ કરશે.   બીજી બાજ બેગ્લોરના ઝડપી  બોલર ઉમેશ યાદવની નજર પણ આઈપીએલના પ્રદર્શનના આધાર પર વિશ્વ કપ ટીમમાં સ્થાન પાકિ કરવા માટે લાગી હશે.  
RCB એક વખત પણ નથી જીતી શકી ખિતાબ 
 
એકબાજુ ચેન્નઈ ત્રણ વારની ચેમ્પિયન છે તો બીજી બાજુ બેંગલોર ટીમમાં અનેક મોટા નામ હોવા છતા અત્યાર સુધી ખિતાબ જીતી શકી નથી. શનિવારે મેચનુ પરિણામ બોલરો પર વધુ દબાણનો સામનો કરવાની ક્ષમતા પર નિર્ભર રહેશે. 
 
CSK Vs RCB રેકોર્ડ 
 
આરસીબીના વિરુદ્ધ ચેન્નઈએ 15 મેચ જીત્યા અને સાત હાર્યા છે જ્યારે કે એકનુ પરિણામ ન નીકળ્યુ. આરસીબીની ચિંતાનુ કારણ વિદેશી ખેલાડીઓની ઉપલબ્ધતા પણ છે.  લેગ સ્પિનર યુઝવેન્દ્ર ચહલ તેમની માટે ટ્રંપકાર્ડ હોઈ શકે છે પણ તેને યોગ્ય વિશ્રામની પણ જરૂર રહેશે. 
 
બંને ટીમ આ પ્રકારની છે 
 
ચેન્નઈ સુપર કિંગ્સ -  મહેન્દ્ર સિંહ ધોની (કપ્તાન), સુરેશ રૈના, અંબાતી રાયડુ, શેન વોટસન, ફાફ ડુ પ્લેસિસ, મુરલી વિજય, કેદાર જાધવ, સૈમ બિલિંગ્સ, રવિન્દ્ર જડેજા, ધ્રુવ શૌરી, ચૈતન્ય વિશ્નોઈ, ઋતુરાજ ગાયકવાડ, ડ્વેન બ્રાવો, કર્ણ શર્મા, ઈમરાન તાહિર, હરભજન સિંહ, મિશેલ સેંટનેર, શાર્દિલ ઠાકુર, મોહિત શર્મા, કેએમ આસિફ, ડેવિડ વિલે, દીપક ચહાર, એન જગદીશન. 
 
રોય્લ ચેલેંજર્સ બેંગ્લોર - વિરાટ કોહલી ( કપ્તાન), એબી ડિવિલિયર્સ, પાર્થિવ પટેલ, માર્કસ સ્ટોઈનિસ, શિમરોન હેટમેયર, શિવમ દુબે, નાથન કોલ્ટર નાઈલ, વૉશિંગટન સુંદર, ઉમેશ યાદવ, યુઝવેન્દ્ર ચહલ, મોહમ્મદ સિરાઝ, હેનરિચ ક્લાસેન, મોઈન અલી, કૉલિન ડી ગ્રાંડહોમે, પવન નેગી, ટિમ સાઉદી, અક્ષદીપ નાથ, મિલિંદ કુમાર, દેવદત્ત પી, ગુરકીરત સિંહ, પ્રયાસ રાય બર્મન, કુલવંત કેજરોલિયા, નવદીપ સૈની, હિમંત સિંહ. 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર