મને બોલાવશે તો પણ હું IPLમાં નહી રમુ - શાહિદ આફરીદી

શુક્રવાર, 6 એપ્રિલ 2018 (17:05 IST)
. કાશ્મીરને લઈને વિવાદિત નિવેદન આપ્યા પછી ચારેબાજુથી આલોચનાનો સામનો કરી રહેલ પૂર્વ પાકિસ્તાની કપ્તાન શાહિદ અફરીદીએ આઈપીએલને લઈને પણ મોટી વાત કહી દીધી. તેમણે કહ્યુ કે આઈપીએલમાં જો તેમને રમવા માટે બોલાવવામાં આવશે તો પણ તે નહી રમે. આફરિદીએ એ પણ કહ્યુ કે તે પાકિસ્તાન ક્રિકેટ લીગમાં રમીને ખૂબ ખુશ છે અને આઈપીએલમાં રમવાની તેમને જરૂર નથી. 
 
શાહિદ અફરીદીના હવાલાથી પાકિસ્તાનના એક વેબસાઈટના સંપાદકે આ સંબંધિત અનેક ટ્વીટ એક સાથે કર્યા.  સાજ સાદિકના ટ્વીટ મુજબ શાહિદ આફરીદીએ કહ્યુ જો તે લોકો મને બોલાવશે ત્યારે પણ હુ આઈપીએલ માટે નહી રમુ. મારુ પીએસએલ ખૂબ મોટુ છે અને એક સમય એવો આવશે જ્યારે આ આઈપીએલથી પણ મોટી ટૂર્નામેંટ હશે. 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર