IPL, Dhoni Vs Kohli Live - ધોનીની ટીમ સામે કોહલીની ટીમ કમજોર પડી, 127માં ઓલ આઉટ

શનિવાર, 5 મે 2018 (16:26 IST)
ઈંડિયન પ્રીમિયર લીગ 11માં આજના પ્રથમ મુકાબલામાં ચેન્નઈ તરફથી પ્રથમ બેટિંગનું આમંત્રણ સ્વીકાર્યા પછી બેંગલોરની શરૂઆત ખૂબ જ ખરાબ રહી. તેના સ્ટાર બેટ્સમેન અને કપ્તાન વિરાટ કોહલી સહિત અને એબી ડિવિલિયર્સ સહિત ત્રણ વિકેટ ગુમાવી દીધા છે. ઓપનર બ્રેંડન મૈકમલ બીજી જ ઓવરમાં આઉટ થઈ ગયા. બીજા ઓપનર પાર્થિવ પટેલ અને મનદિપ સિંગ ક્રીઝ પર છે. બેંગલોરનો સ્કોર હાલ 7 ઓવરમાં 3 વિકેટ પર 59 રન છે. 
 
લાઈવ સ્કોર માટે ક્લિક કરો 
ઈંડિયન ટી20 લીગમાં એકવાર ફરીથી ચેન્નઈ સામે હશે બેંગલોરની ચેલેંજ. આ ટી20 લીગ હવે જેમ જેમ પોતાના અંતિમ પડાવ તરફ વધી રહી છે રોમાંચ પણ પોતાના ચરમ પર જોવા મળ્યો છે. અત્યાર સુધી કુલ 34 મેચ રમાય ચુકી છે અને લીગ મેચમાં હવે બસ 22 મુકાબલા બચ્યા છે. પણ અત્યાર સુધી ન તો કોઈ ટીમ પ્લે ઓફની દોડમાંથી બહાર થઈ છે કે ન તો કોઈ એક ટીમે અંતિમ 4માં પોતાનુ સ્થાન નિશ્ચિત કર્યુ છે. ત્રણ વાર આ લીગની રનર અપર રહી ચુકેલી બેંગલોર સામે પોતાની બધી બાકીની મેચો જીતીને પ્લે ઓફની રેસમાં કાયમ રહેવાનો પડકાર છે. બૈગલોરે 8 મુકાબલામાંથી ફક્ત 3માં જીત મેળવી છે. જ્યાર પછી તેમની સામે હવે બચેલ બધી 6 મેચોમાં જીતની જરૂર છે. 
જો તેઓ અહી એક પણ મેચ હાર્યા તો તેમને માટે નૉક આઉટમાં પ્રવેશ કરવાના બધા રસ્તા બંધ થઈ જશે.  બીજી બાજુ મહેન્દ્ર સિંહ ધોનીની કપ્તાનીવાળી ટીમે આમ તો અત્યાર સુધી કમાલનુ પ્રદર્શન કર્યુ છે અને 9 મેચમાં 6 જીત સાથે પોઈંટ ટેબલમાં બીજા પગથિયે છે. પણ હજુ પણ પ્લે ઓફની ટિકિટ તેના હાથમાં આવી નથી. આવામાં પોતાની કેટલીક ભૂલોથી આ ટીમે કંઈક શીખવુ પડશે. ટીમને ડેથ ઓવરોમાં વધુ રન બનાવવાની જરૂર છે. જ્યારે કે ફિલ્ડિંગમાં પણ ઘણો સુધાર કરવો પડશે. 


બંને ટીમ આ પ્રકારની છે 
 
ચેન્નાઈ સુપર કિંગ્સ:
મહેન્દ્ર સિંહ ધોની (કેપ્ટન/વિકેટકીપર), રવીન્દ્ર જાડેજા, સુરેશ રૈના, ડ્વેન બ્રાવો, શેન વોટસન, અંબાતી રાયડુ, મુરલી વિજય, હરભજન સિંહ, ફાફ ડુ પ્લેસિસ, માર્ક વુડ, સૈમ બીલીન્ગ્સ, દીપક ચહર, લુંગી નગીદી, કે.એમ. આસિફ, કનિષ્ક સેઠ, મોનું સિંહ, ધ્રુવ શોરે, ક્ષિતિજ શર્મા, ચૈતન્ય બિશ્નોઈ, કર્ણ શર્મા, ઇમરાન તાહિર, શાર્દૂલ ઠાકૂર, એન. જગદેસન.
 
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર:
વિરાટ કોહલી (કેપ્ટન), એબી ડીવિલિયર્સ, સરફરાઝ ખાન, ક્રિસ વોક્સ, યુજવેન્દ્ર ચહલ, બ્રેન્ડન મૈક્ક્લમ, વોશિગ્ટન સુંદર, નવદીપ સૈનિ, ડી કોક, મનદીપ સિંહ, કુલવંત ખેજરોલીયા, ઉમેશ યાદવ, મોઈન અલી, મનન વોહરા, અનિકેત ચોધરી, મુરુગન અશ્વિન, મનદીપ સિંહ, પવન નેગી, મોહમ્મદ સિરાજ, પાર્થિવ પટેલ, અનિરુધ્ધ જોશી, પવન દેશપાંડે, ટીમ સાઉદી, કોરી એન્ડરસન

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર