હૈદરાબાદે મુંબઈને જીત માટે 119 રનનો લક્ષ્યાંક આપ્યો છે. હૈદરાબાદ અત્યારસુધી વર્તમાન સિઝનની સૌથી મજબૂત ટીમ ગણાતી હતી અને તેના બેટ્સમેનનો સોપો પડતો હતો. પરંતુ મુંબઈના બોલર્સ અને ફિલ્ડર્સે શાનદાર પ્રદર્શન કર્યું હતું અને આ કારણે જ આજની મેચમાં હૈદરાબાદની આખી ટીમ 18.4 ઓવરમાં જ 118 રનમાં આઉટ થઈ ગઈ હતી. યૂસુફ પઠાણ 29 , કેન વિલિયમ્સન 29 રન બનાવી આઉટ થયો હતો.
મુંબઈ માટે સૂર્યકુમાર યાદવે અત્યાર સુધી તમામ મેચમાં રન બનાવ્યા છે, આ સીઝનમાં 200 રન પુરા કરવામાં તે માત્ર ચાર રન પાછળ છે. રોહિત શર્માએ બેંગલુરૂ વિરુદ્ધ 94 રનની ઈનિંગ સિવાય મોટી ઈનિંગ રમી નથી, જેથી મુંબઈના પ્રદર્શનનો ગ્રાફ નીચે આવ્યો છે. આજના મેચમાં તેની પાસે મોટી ઈનિંગ ઉપરાંત સારી કેપ્ટનશિપની આશા છે.
v