આઇપીએલ-10 - કિંગ્સ ઇલેવન પંજાબે રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂને 8 વિકેટે હરાવ્યું

મંગળવાર, 11 એપ્રિલ 2017 (00:11 IST)
આઇપીએલ-10ના આઠમા મુકાબલામાં કિંગ્સ ઇલેવન પંજાબે રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂને 8 વિકેટે હરાવ્યું હતું. 149 રનના પડકારનો પીછો કરતા કિંગ્સ ઇલેવન પંજાબે 2 વિકેટ ગુમાવી મેચને જીતી લીધી હતી. કિંગ્સ ઇલેવન પંજાબ તરફથી હાશિમ અમલાએ  નોટ આઉટ 58 રન તેમજ ગ્લેન મેક્સવેલે 43 રનની ઇનિંગ રમી હતી. રોયલ ચેલેન્જર્સની ખરાબ શરૂઆત થઇ હતી. શેન વોટશન માત્ર 1 રને આઉટ થયો હતો, રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ડી વિલિયર્સની ટીમમાં વાપસી થઈ છે, જ્યારે ક્રિસ ગેલ ટીમમાંથી બહાર થયો છે
 
આઇપીએલ-10ના આઠમા મુકાબલામાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂએ કિંગ્સ ઇલેવન પંજાબને જીતવા માટે 149 રનનો પડકાર આપ્યો,  ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા રોયલ ચેલેન્જર્સે ડી વિલિયર્સના આક્રમક નોટ આઉટ  89 રનની મદદથી 20 ઓવરમાં 4 વિકેટે 148 રન બનાવ્યા હતા. 

વેબદુનિયા પર વાંચો