આઈપીએલ 10 - કોલકાતા નાઈટ રાઈડર્સ ટીમે ગુજરાત લાયન્સ ટીમને 10-વિકેટથી પરાજય આપ્યો

શનિવાર, 8 એપ્રિલ 2017 (00:47 IST)
સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ ખાતે આજે આઈપીએલ-10ની લીગ મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સ ટીમે ગુજરાત લાયન્સ ટીમને 10-વિકેટથી સજ્જડ પરાજય આપ્યો છે.
 
ટ્વેન્ટી-20 ક્રિકેટ સ્પર્ધાની આ મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સના કેપ્ટન ગૌતમ ગંભીરે ટોસ જીતીને ગુજરાત લાયન્સને પહેલા બેટિંગ કરવાનું આમંત્રણ આપ્યા બાદ સુરેશ રૈનાના નેતૃત્વવાળી ગુજરાત ટીમે 20 ઓવરમાં 183-4 રન કર્યા હતા. ગૌતમ ગંભીરે 33 બોલમાં 7 ફોરની મદદથી પોતાની અર્ધશતક પુરી કરી હતી. જ્યારે 48 બોલમાં 12 ફોરની મદદથી 76 રન બનાવીને અણનમ રહ્યો હતો. તે ઉપરાંત ક્રિસ લિન અને ગંભીરના નામે આઈપીએલમાં સૌથી મોટી પાર્ટનરશીપ પણ નોંધાઈ ગઈ હતી. ક્રિસ લાયનને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો.

વેબદુનિયા પર વાંચો