સાહીઠ વર્ષ ઓછા નથી હોતા - શીખવા માટે. જેમણે ગુલામી જોઈ તે વૃધ્ધ થઈ ચૂક્યા છે. જેમને સ્વતંત્ર ભારતમા શ્વાસ લીધો છે તેઓ આનુ મૂલ્ય જાણવા તૈયાર નથી.
રાજનીતિ અને ધર્મએ મળીને આ દેશને ચૂનો લગાવી રહ્યા છે. આજે તો ધર્મના નામે અફીણ ચટાડી દેવામાં આવે છે અને વિચારો, તર્ક બેઅસર થઈ જાય છે. યુવાઓમાં વિવેક ચેતના ઉત્પન્ન જ નથી થવા દેવામાં આવતી. અધૂરામાં પૂરો ટીવી અને ફિલ્મોનો સપ્તરંગી જાળ છે જ. આ બધુ મળીને જનતાને હોશમાં આવા જ નથી દેતા.
સરકાર એટલી સ્વાર્થી અને નકામી છે કે એવુ લાગે છે કે એક સરકાર સાથે બીજી અનેક સરકાર રાજ કરે છે. આ ફિલ્મ નહી ચાલે, આ હીરો-હીરોઈનો મંજૂર નથી, આ મેચ અહીં નહી થાય. ખબર નહી આ લોકો પર લાઠીચાર્જ કેમ નથી થતો.
દેશ આગળ નહી પણ એવુ લાગે છે કે પાછળ ઘકેલાઈ રહ્યો છે. ખબર નહી હંમેશા બીજાને દોષ આપનારા લોકો પોતાનો વાંક ક્યારે જોશે ? મંદિર-મસ્જિદ કે શ્રાઈન જમીનના મુદ્દે મરવા મારવા પર ઉતરી આવનારાઓ આપણે આપણી સતર્કતા અને જવાબદારીઓ ક્યારે સમજીશુ ? આત્મા સચેત કરે છતા આપણે અહીં-તહીં થૂંકી દઈશુ. આવારા પશુઓને મારવા માટે પોલીથિનમાં એંઠવાડો અને કચરો એ પણ રસ્તા વચ્ચે ફેકીશુ. સાર્વજનિક બગીચાઓમાં કચરો કરીશુ. અવ્યવસ્થા ફેલાવીશુ. ઓછામાં ઓછી આ નાની-નાની વાતો પ્રત્યે તો સજાગતા કેળવીએ.
આજે જરૂર છે ધર્મ નિરપેક્ષતા અને લોકતંત્રના નામ પર ઢોંગ બંધ કરવની. સરકારમાં ઈમાનદારી અને દ્દઢતા જરૂરી છે.