Video - રાધિકા દ્વારા શોર્ટ્સ પહેરવા અને છોકરાઓ સાથે વાતો કરવાને લઈને તેના માતા-પિતાને આવતી હતી શરમ - રાધિકાની બેસ્ટ ફ્રેંડ
સોમવાર, 14 જુલાઈ 2025 (13:19 IST)
radhika best friend image source instagram
ટેનિસ ખેલાડી રાધિકા યાદવની દુ:ખદ હત્યાના થોડા દિવસો પછી, સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. હિમાંશિકા નામના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી પોસ્ટ કરાયેલી આ ક્લિપમાં એક યુવતી પોતાને રાધિકાની બેસ્ટ ફ્રેન્ડ તરીકે ઓળખાવે છે.
હિમાંશિકાએ ઇન્સ્ટાગ્રામ પર બે વીડિયો શેર કર્યા, જેમાં એકમાં તેણીએ તેની બેસ્ટ ફ્રેન્ડ રાધિકા વિશે ભાવનાત્મક રીતે વાત કરી હતી, અને બીજો વીડિયો જેમાં રાધિકાના જીવનના ક્ષણોને કેદ કરતા ફોટા અને ટૂંકા વિડિયો ક્લિપ્સનો સંગ્રહ હતો.
હિમાંશિકાએ આરોપ લગાવ્યો કે રાધિકા ઘણીવાર ઘરે ગૂંગળામણ અનુભવતી હતી, કારણ કે તેના પરિવારને "લગભગ દરેક બાબતમાં સમસ્યા હતી." 2012 થી તેણીને ઓળખતી હોવાથી, તેણીએ દાવો કર્યો હતો કે રાધિકાને શોર્ટ્સ પહેરવા, છોકરાઓ સાથે વાત કરવા અને પોતાની શરતો પર જીવન જીવવાનો પ્રયાસ કરવા બદલ વારંવાર ટીકા કરવામાં આવતી હતી.
"મારી બેસ્ટ ફ્રેંડ રાધિકાની હત્યા તેના જ પિતાએ કરી હતી. તેણે તેને પાંચ વાર ગોળી મારી હતી. ચાર ગોળીઓ તેને વાગી હતી. તેઓ વર્ષોથી તેને કંટ્રોલ કરતા અને તેની સતત ટીકા કરતા જેનાથી તેનું જીવન દુ:ખભર્યુ હતું. અંતે તેમના પિતાએ તેમના કહેવાતા મિત્રોની વાત સાંભળી જેઓ તેની સફળતાની ઈર્ષ્યા કરતા હતા," આ વાત રાધિકાની બહેનપણી હિમાંશિકાએ સોશિયલ મીડિયા પર એક વિડિઓ સાથે કહી છે.
વધુમા હિમાંશિકાએ કહ્યુ કે "રાધિકાએ તેના ટેનિસ કરિયરમાં ખૂબ મહેનત કરી અને પોતાની એકેડેમી પણ બનાવી. તે પોતાના માટે ખૂબ સારું કરી રહી હતી. પરંતુ તેઓ તેની સ્વતંત્ર જોઈ શકતા ન હતા. તેના પેરેંટ્સ તેને શોર્ટ્સ પહેરવા, છોકરાઓ સાથે વાત કરવા, પોતાની શરતો પર જીવન જીવવાને શરમજનક ગણાવી. તેણીને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવી, પરંતુ તે બચી શકી નહી,"
રાધિકાનો પરિવાર રૂઢિચુસ્ત હતો
હિમાંશિયાએ વિડીયો શરૂ કરતા કહ્યું, "તમે રાધિકા સિંહ વિશે ઘણું સાંભળ્યું હશે, પણ હું તમને રાધિકા યાદવની હકીકત જણાવી રહી છુ. મારું નામ હિમાંશિકા સિંહ છે. રાધિકા યાદવ મારી બેસ્ટ ફ્રેંડ હતી, અમે છેલ્લા 8-10 વર્ષથી ખૂબ ગાઢ મિત્ર હતી, છેવટે મેં તેને ગુમાવી દીધી."
તેણે એમ પણ કહ્યું કે આ વિડીયો તેને ફક્ત લોકોને જણાવવા માટે બનાવ્યો હતો કે રાધિકા ખરેખર કોણ છે. "રાધિકા યાદવ એક આંતરરાષ્ટ્રીય ટેનિસ ખેલાડી હતી. તે એક દયાળુ આત્મા હતી, ખૂબ જ મીઠી અને નિર્દોષ હતી. તે છેલ્લા 18 વર્ષથી ટેનિસનો અભ્યાસ કરી રહી હતી. તેને પોતાના ફોટા ક્લિક કરાવવા અને વિડિઓ બનાવવાનું ખૂબ ગમતુ."
તેણે રાધિકાને બતાવતા વાયરલ મ્યુઝિક વિડીયો વિશે વધુ વાત કરતા કહ્યું કે શૂટિંગના દિવસે તેના પિતાએ જ તેને શૂટિંગ માટે ડ્રોપ કરી હતી. જો કે, તેણીએ વધુમાં કહ્યુ કે આમ છતા તેના પિતા તેની આ એક્ટિવિટી પ્રત્યે ખુલ્લા વિચારના નહોતા અને તેના કામ બદલ સંકોચ અનુભવતા હતા. કારણ કે તેમને સમાજની વધુ પરવા હતી અને લોકો તેની પુત્રી વિશે શું કહેશે તેની ચિંતા કરતા હતા.
તેણે આગળ વાત કરતા કહ્યુ કે "તેના પરિવારને હંમેશા સામાજિક દબાણનો સામનો કરવો પડતો હતો; તેઓ હંમેશા રૂઢિચુસ્ત હતા. રાધિકા અને મેં 2013 માં સાથે રમવાનું શરૂ કર્યું. અમે સાથે મુસાફરી કરી અને એક ટીમ તરીકે ઘણી મેચ રમી. મેં તેને ક્યારેય કોઈની સાથે વધુ વાત કરતી જોઈ નથી, તે હંમેશા તેના માતાપિતા સાથે રહેતી હતી,"
"તે લાંબા સમયથી પીડાતી હતી. તે પોતાના જ ઘરમાં ઘણીવાર ગૂંગળામણ અનુભવતી હતી કારણ કે તેને સતત ખુદને સમજાવવું પડતું હતું કે તે આ શા માટે કરી રહી છે, તે શું કરી રહી છે અને તે કોની સાથે વાત કરી રહી છે," હિમાંશિકાએ કહ્યું.
તેણીએ યાદ કરતા કહ્યુ કે વિડિઓ કૉલ દરમિયાન પણ, રાધિકા મારી સાથે વાત કરી રહી છે એ સાબિત કરવા માટે તેનો ફોન સ્ક્રીન બતાવવો પડતો હતો. "તેની ટેનિસ એકેડેમી તેના ઘરથી માત્ર 50 મીટર દૂર હતી, છતાં તે ત્યાં રોજ હાજર રહે અને ચોક્કસ સમયે પરત ફરે, એવુ તેના પર પ્રેશર હતી"
રાધિકાના કોચિંગ પ્રત્યેના જોશ વિશે જણાવતા હિમાંશિકાએ કહ્યું, "તે એક બેસ્ટ કોચ હતી, તેના કામ પ્રત્યે ખૂબ જ ઈમાનદાર હતી. તેના વિદ્યાર્થીઓ તેનું ખૂબ સન્માન કરતા હતા અને તેની પ્રશંસા કરતા હતા."