Kitchen tips - પ્લેટમાં પડેલા નિશાન દૂર કરવા અપનાવો આ Tips

રવિવાર, 18 ફેબ્રુઆરી 2018 (09:52 IST)
રસોડામાં અનેક એવી ક્રોકરી અને વાસણો હોય છે જેમા નિશાન પડી જાય છે અને તે જોવામાં ખૂબ ખરાબ લાગે છે. તેથી તેનુ ખાસ ધ્યાન રાખવુ ખૂબ જરૂરી છે. અનેકવાર આપણે વાસણ ધોવા માટે મોંઘા ક્લીનરનો પણ ઉપયોગ કરીએ છીએ. જેનાથી વાસણોની ચમક પણ જતી રહે છે અને સાથે જ સાથે પૈસા પણ બરબાદ થાય છે.  
આ બધાને બદલે જો તમે કેટલાક ઘરેલુ ઉપાયો પર ધ્યાન આપશો તો આ તમને ખૂબ કામ લાગશે.  બેકિંગ સોડા સામાન્ય રીતે દરેકના ઘરમાં જોવા મળે છે.  તેમા અનેક પ્રાકૃતિક ગુણ હોય છે. જેને તમારા ઘરમાં અનેક કામ માટે વાપરી શકાય છે. 
 
જો તમે વાસણોમાંથી લીસોડાને સહેલાઈથી અને સસ્તા ઉપાયોથી હટાવવા માંગો છો તો બેકિંગ સોડા ખૂબ કામની વસ્તુ છે.  આ માટે તમારે વાડકામાં એક ચમચી બેકિંગ સોડા અને પાણીના કેટલાક ટીપા નાખીને પેસ્ટ બનાવીને પછી સ્પંજની મદદથી વાસણોને સાફ કરી લો.  તેનાથી વાસણોમાં પડેલ નિશાન ગાયબ થઈ જશે.  આ સૌથી સસ્તુ અને સહેલી રીત છે.  તેનાથી તમે વાસણ જ નહી  ઘરના બીજા પણ અનેક કામ કરી શકો છો. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર