વજનની વાત આવે છે તો સૌના મગજમાં તેની સાથે ખાવા-પીવાની વસ્તુઓ પણ દેખાવવા માંડે છે. વજન વધી ગયુ છે તેને ઉતારવુ હોય તો ખાવા-પીવા પર કંટ્રોલ સાંભળીને જ અનેક લોકો નબળા પડી જાય છે. પણ જો તમને ખાવા પીવા પર કંટ્રોલ રાખ્યા વગર વજન ઓછુ કરવાનુ કહેવામાં આવે તો ? પ્રોટીનને પચાવવામા સમય લાગે છે અને તેનાથી તમને ઘણીવાર સુધી ભૂખ નથી લાગતી. તો દેખીતુ છે કે તમે ઓછુ ખાશો. જો તમે થોડીક બદામ વચ્ચે વચ્ચેથી ખાતા રહો તો તેનાથી ફાલતુ ખાવાથી બચશો અને સ્નેક્સથી દૂર રહેશો