વજન ઓછું કરવા માટે કરો આદુંનો ઉપયોગ... જાણો આ 6 ટીપ્સ

ગુરુવાર, 4 ઑક્ટોબર 2018 (10:37 IST)
આદું ખાવાથી તેનો સીધો અસર મેટાબોલિજ્મ પર પડે છે તો જાડાપણું ઓછું કરવું પણ સરળ થઈ જાય છે. તેમાં કેલોરીની માત્રા જરાય પણ નહી હોય, આવો અમે જાણીએ છે વજન ઓછું કરવા માટે કેવી રીતે કરીએ આદુનો ઉપયોગ 
જાડાપણ ઓછું કરવામાં મદદગાર છે આદું. આ રીતે કરો સેવન 
- દરરોજ સવારે ખાલી પેટ આદુંનો ટુકડો ચાવવાથી મેટાબોલિજ્મ વધે છે. તેને ખાવાથી તેની કડવાશ દૂર કરવા માટે તમે કઈક ગળ્યું ખાઈ શકો છો. 
- આદુંનો પાઉડરને પાણીમાં ઘોલીને પીવું ફાયદાકારી ગણાય  છે. તમે તેમાં મધ, લીંબૂ અને થોડું મીઠું મિક્સ કરી શકો છો. 
- છીણેલું આદુંને પાણીમાં ઉકાળી, ગાળીને તેને પીવું પણ લાભકારી છે. 
- આદુનો સૂપ બનાવીને પણ પી શકાય છે. તેનાથી વજન જલ્દી નિયંત્રણમાં આવે છે. 
- ચા માં તો આદું નખાય જ છે. 
- શાક અને દાળમાં પણ જો આદું નાખશો તો આ સ્વાદિષ્ટ પણ લાગશે સાથે જ ફાયદાકારી પણ રહેશે. 
 
નોંધ 
વધારે માત્રામાં આદું કદાચ ન ખાવું. આદુંના એક ઈંચ ટુકડાનો ઉપયોગ જ ઘણું છે. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર