bathroom cleaning tips- ઘરના બાથરૂમનો પ્રયોગ આપણે આવણી સ્વચ્છતા માટે કરીએ છીએ પણ તમને એ અંદાજ અચૂક હશે કે સ્વચ્છતા માટે વપરાતા બાથરૂમની પોતાની સ્વચ્છતા પણ જરૂરી છે, જો તેને નિયમિત સ્વચ્છ રાખવામાં ન આવ્યું તો તમારા અને તમારા ઘરના સભ્યોના સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડી શકે છે. બની શકે કે દરરોજ સમયના અભાવમાં તમે તેની સફાઇ ન કરતા હોવ, પણ કેટલીક સ્માર્ટ ટિપ્સ અપનાવીને તમે તેને દરરોજ સાફ કરી શકો છો અને તે પણ માત્ર પાંચ જ મિનિટમાં! આવો જાણીએ, કઇ રીતે?...
તમારું બાથરૂમ આ રીતે કરો સાફ -
1. આવશ્યક ઉપકરણ - સાવરણો, પોતું અને મગ. આ ત્રણેય બાથરૂમ સાફ કરવા માટે સૌથી જરૂરી સાધનો છે. બની શકે કે તમને ટોયલેટ બ્રશની પણ જરૂર પડે. તમારા હોથોને કેમિકલથી બચાવવા માટે રબ્બર કે પ્લાસ્ટિકના હાથ મોજા પહેરો.
નોંધ - કેટલાંક લોકો ટોયલેટ સાફ કરવા માટે એસિડનો પ્રયોગ કરે છે. એસિડની વધારે પડતી તીવ્રતા તમારી ત્વચા અને તેની તીવ્ર વાસ શ્વાસમાં જવાથી તમારા સ્વાસ્થ્યને નુકસાન થઇ શકે છે. માટે જ્યારે પણ તેનો પ્રયોગ કરો ત્યારે વધુ સાવચેતી રાખો. અને હા, ટોયલેટ સાફ કરવા માટે સીધે સીધું એસિડ ન રેડતા તમે તેને સાબુના પાણીમાં મિક્સ કરી વાપરશો તો પણ સારી અસર મળશે.