Rid Of Rats: ઘરમાં કોઈ પણ વસ્તુ મુકતા પહેલા આપણા મનમાં ઉંદરનો વિચાર જરૂર આવે છે. ઘણીવાર ઘરોમાં, ઉંદરો ક્યારેક વાયર કતરી નાખે છે તો ક્યારેકખાદ્ય ચીજવસ્તુઓ પર બરબદ કરે છે અથવા કિંમતી કપડાં કતરી ખાય છે. સાથે જ જો ઉંદરો બિલ બનાવીને તમારા ઘરમાં જ રહેવા માંડે ત્યારે સમસ્યા વધુ થઈ જાય છે. સાથે જ અનેક જીવલેણ બીમારીઓ પણ ઉંદરોથી થાય છે. આવી સ્થિતિમાં તેમને ઘરની બહાર કાઢવો જ એકમાત્ર ઉપાય છે. ચાલો આજે આ આર્ટીકલમાં જાણીએ ઘરમાંથી ઉંદરોને દૂર કરવાના કેટલાક ઉપાય
તમાકુ - તમાકુ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. જો કે આ ઘરમાંથી ઉંદરોને ભગાડવામાં તમારા માટે ઉપયોગી સાબિત થઈ શકે છે, કારણ કે તેમાં નશીલો પદાર્થ હોય છે, જેના કારણે ઉંદરો બેભાન થઈ જાય છે. આ માટે એક બાઉલમાં એક ચપટી તમાકુ લો. તેમાં 2 ચમચી દેશી ઘી ઉમેરો. તેને સારી રીતે મિક્સ કરો. ત્યારબાદ ચણાનો લોટ અથવા ઘઉનો લોટ ઉમેરીને બોલ્સ તૈયાર કરો. આ બોલ્સ તેને એવી જગ્યાએ મુકો જ્યાં ઉંદરો આવીને જઈ શકે. આમ કરવાથી ઉંદરો તેને ખાઈ જશે અને બેભાન અવસ્થામાં આવતા જ ઘરની બહાર નીકળી જશે.