શુગરને નિયંત્રણમાં રાખે છે લીમડો, જાણો તેના અગણિત ફાયદા
શનિવાર, 7 એપ્રિલ 2018 (07:51 IST)
લીમડાના પાનનો ફાયદો બધા જાણે છે પણ તેનો ઉપયોગ અનેક વસ્તુઓમાં કરી શકાય છે. વાળમાં ખોડાને પણ લીમડાના પાન ખતમ કરે છે. આયુર્વેદના વિશેષજ્ઞ એ તેના ફાયદા બતાવ્યા છે જે આ પ્રમાણે છે..
આ છે લીમડાના ફાયદા...
1. લીમડાના પાનમાં ફંગસરોધી અને જીવાણુરોધી ગુણ જોવા મળે છે. આ ખોડાના ઉપચાર અને માથાની ત્વચાને ઠીક રાખવામાં ખૂબ મદદ કરે છે. લીમડાના પાનને પાણીમાં ઉકાળીને ઉપયોગ કરવાથી ખોડો ઠીક થઈ જાય છે.
2. મસૂઢાની બીમારીઓમાં પણ લીમડો લાભકારી હોય છે. આ મસૂઢાની સૃજનને ખતમ કરે છે. આ ઉપરાંત મોઢામાંથી આવનારી વાસને પણ દૂર કરે છે. લીમડાના પાનનો રસ મસૂઢા પર રગડવાથી ફાયદો થાય છે.
3. લીમડો ડાયાબીટિસના રોગીઓ માટે ખૂબ લાભકારી છે. આ શુગરને નિયંત્રિત કરે છે. લીમડાના પાનને ખાવાથી ડાયાબિટીસના દર્દીઓને લાભ થાય છે.
4. લીમડાના પાન પેટની કૃમિને પણ મારે છે. ખાલી પેટ લીમડાના પાન ચાવવાથી પેટના કીડા મરે છે અને આ સમસ્યામાંથી રાહત મળે છે.