દાડમ મહિલાઓ માટે સારુ હોય છે. આ ગર્ભાશયના રક્ત પ્રવાહમાં વૃદ્ધિ કરે છે. ગર્ભાશયની દીવાલોને મોટી કરીને ગર્ભપાતની શક્યતાને ઓછી કરવામાં મદદરૂપ છે. દાડમ ખાવ અને તેનો રસ પીવો. આ ઉપરાંત દાડમના બીજ અને છાલને બરાબર માત્રામાં વાટી લો. આ મિશ્રણને થોડા દિવસ સુધી દિવસમાં બે વાર એક ગ્લાસ કુણા પાણીની સાથે અડધો ચમચી લો.
તજ ઈંફર્ટિલિટી સામે લડત આપે છે. તજ ડિમ્બ ગ્રંથિને સારી રીતે કામ કરવામાં મદદ કરી શકે છે. અનાજ, ફાળિયા અને દહી પર તજ પાવડર છાંટીને ખાવ. આ ઉપરાંત એક ચમચી તજ પાવડરને એક કપ ગરમ પાણીમાં મિક્સ કરીને પીવો. આનો પ્રયોગ એક દિવસમાં 2 ચમચીથી વધુ ન કરો. એક દિવસમાં એક જ વાર આ મિશ્રણને બનાવીને પીવુ ઠીક રહે છે.
ખજૂર ગર્ભધારણની ક્ષમતાને વધારે છે. તેમા અનેક પોષક તત્વ હોય છે જેવા કે વિટામિન એ, ઈ અને બી લોહ અને અન્ય જરૂરી ખનીજ તત્વ વગેરે. મા બનવાની ઈચ્છા છે તો ખજૂરનુ સેવન કરો. વિટામિન ડી ની કમીને કારણે વાંઝિયાપણુ આવે છે. આવામાં અવારે 10 મિનિટ તડકામાં જરૂર રહો. વિટામીન ડી યુક્ત વસ્તુઓ ખાવો-પીવો.
-વડના વૃક્ષની જડને કામમાં લો. આયુર્વેદ મુજબ વડના ઝાડની કોમળ જડ, વાંઝિયાપણાની સારવારમાં પ્રભાવી છે. વડના ઝાડની જડને તાપમાં સુકાવીને તેનુ ચૂરણ બનાવી લો. પીરિયડ્સ ખતમ થયા પછી એક ગ્લાસ દૂધમાં 2 મોટી ચમચી આ છાલનું ચૂરણ મિક્સ કરીને રાત્રે પીવો. ત્યારબાદ થોડીવાર માટે કશુ ખાશો નહી.
- પ્રજનન ક્ષમતા વધારનારા યોગ કરો. જેવા કે નાડી-શોધન પ્રાણાયામ, ભ્રામરી પ્રાણાયામ, પશ્ચિમોત્તાસન, હસ્તપાદાસન, જાનૂ શીર્ષાસન, બાઘા કોનાસના, વિપરીત-કરણી અને યોગ નિદ્રા વગેરે.