દાંતનો દુ:ખાવાએ ઉડાવી છે તમારી ઉંઘ તો આ નુસ્ખા અપનાવો

સોમવાર, 11 જુલાઈ 2016 (11:42 IST)
આપણા વડીલ બિલકુલ સાચુ કહે છે કે મોઢામાં જો દાંત જ ન હોય તો ખાવામાં કોઈ સ્વાદ જ નથી રહેતો. અનેકવાર તો દાંતનો દુખાવો એટલો પરેશાન કરે છે કે આપણે સમજી નથી શકતા કે તેનાથી આરામ મેળવવા માટે શુ કરે શુ નહી.  દાંતને વ્યવસ્થિત સાફ ન કરવા કે ડાયાબિટીસ જેવા તેના અનેક કારણો હોઈ શકે છે. આમ તો આ પ્રકારની તકલીફમાં ડોક્ટરની સલાહ લેવી ખૂબ જરૂરી છે.  પણ કેટલાક ઘરેલુ ઉપાયોની મદદથી તમે આ પરેશાનીથી મુક્તિ મેળવી શકાય છે. 
 
1. હિંગ - હિંગ ખૂબ જ ગુણકારી હોય છે. દાંતમાં દુ:ખાવો થતા મૌસંબીના રસમાં ચપટીભર હિંગ મિક્સ કરીને રૂ પર લગાવીને દાંતની પાસે મુકી જો જ્યા દુ:ખાવો થઈ રહ્યો છે.  તેનાથી ખૂબ જલ્દી આરામ મળશે. 
 
2. લવિંગ - દાંતના દુ:ખાવાથી છુટકારો મેળવવા લવિંગ ખૂબ ફાયદાકારી હોય છે. જે દાંતમાં દુ:ખાવો થઈ રહ્યો છે તેની નીચ એક લવિંગ મુકવાથી રાહત મળે છે. 
 
3. ડુંગળી - ડુંગળીમાં બેક્ટેરિયાને નષ્ટ કરવાના ગુણ જોવા મળે છે. જે લોકો કાચી ડુંગળી ખાય છે તેમના દાંતમાં દુ:ખાવો થવાની શક્યતા ઓછી જ હોય છે. જો તમને દાંતમાં દુ:ખાવો છે તો ડુંગળી ચાવો. આવુ કરવાના થોડાક જ સમય પછી તમે આરામ અનુભવશો. 
 
4. લસણ - લસણમાં એંટીબાયોટિકના ગુણ જોવા મળે છે જે રોગથી લડવામાં મદદગાર છે. દાંતમાં દુ:ખાવો થતા કાચો લસણ ખૂબ ચાવો કે પછી તેને વાટીને દાંત પર લગાવી દો. પણ તેને કાપ્યા કે વાટ્યા પછી એકદમ વાપરી લો નહી તો તેના ગુણ ખતમ થઈ જાય છે. 
 
5. કોગળા - દાંતનો દુ:ખાવો દૂર કરવા માટે હળવા ગરમ પાણીમાં એક ચમચી મીઠુ નાખીને દિવસમાં 2 વાર કોગળા કરો.  તેનાથી તમને દુ:ખાવાથી રાહત મળે છે. 
 
6. ગળ્યાને કહો ના - જ્યારે દાંતમાં દુ:ખાવો હોય તો ગળ્યુ ન ખાશો કારણ કે આ બેક્ટેરિયા, જર્મ્સ, જીવાણુને વધુ પ્રોત્સાહિત કરે ક હ્હે. જેનાથી તમારી તકલીફ વધતી જાય છે. 

વેબદુનિયા પર વાંચો